Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કચ્છના આડેસર પાસે ટ્રકમાં બેંન્ટોનાઇટના જથ્થા નીચે છુપાવેલ ૩૦ લાખનો દારૂ ઝડપાયો

લાખોના દારૂ સપ્લાયર અને મૂળ બુટલેગરોના ધમધમાટ કારોબાર વચ્ચે પોલીસ દ્વારા ફોલ્ડરિયા જ પકડાતા હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : રાજય સરકાર અને ગૃહમંત્રી ના ગુનેગારો સામે કડક પગલાં ભરવાના અને ચમરબંધી ગુનેગારોને નહીં છોડવામાં આવે તેવા દાવાઓ વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં અંગ્રેજી દારૂના લાખો રૂપિયાના ગેરકાયદે કારોબારમાં પોલીસ માત્ર ફોલ્ડરિયાઓ ને જ પકડતી હોવાની ચર્ચા છે.

આડેસર પોલીસે પૂર્વ બાતમીના આધારે ટ્રક નં. આરજે ૧૪ જીકે ૪૧૨૪ માં બેન્ટોનાઈટ ના કટ્ટા નીચે છુપાવાયેલ અલગ અલગ બ્રાન્ડ નો ૩૦,૩૮૪ બોટલ કુલ કી. ૩૦ લાખ ૩૮ હજારનો દારૂ ઝડપી પાડયો હતો. આ ટ્રકમાં રહેલ દારૂ ભચાઉ ભુજ ટોલનાકા પાસે સ્થાનિક બુટલેગરને આપવાનો હતો.

પોલીસે રાજસ્થાની ટ્રક ડ્રાઈવર વસીમ અકરમ સોરબ મેબ ને દારૂ ભરેલી ટ્રક મોબાઈલ સાથે કુલ મુદ્દામાલ ૪૫ લાખ ૬૦ હજાર ૨૭૫ સાથે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બુટલેગર સુધી તપાસ લંબાવી છે.

(10:27 am IST)