Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જુનાગઢના પૂર્વ એસ.પી. બી. ડી. વાઘેલાના પુત્રી શિતલબેન દાહોદ જીલ્લા પંચાયતનાં પ્રમુખપદે ચૂંટાયા

પોલીસ અધિકારીની કામગીરીને આજે પણ જુનાગઢનુ પોલીસ તંત્ર અને લોકો યાદ કરે છે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢ જીલ્લાના પુર્વ એસપી બી. ડી. વાઘેલાની લોકચાહના આજે પણ જુનાગઢ જિલ્લામાં અટલ રહી છે એવા કડક અને જાંબાઝ એસપી તરીકે કામગીરી કરી પ્રજાના હૃદયમાં સ્‍થાન પ્રાપ્ત કર્યુ છે. તેવા કર્મનિષ્‍ઠ અધિકારીની પુત્રી દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાય અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

બી. ડી. વાઘેલાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે મારા જુનાગઢ એસપી તરીકેના કાર્યકાળ દરમ્‍યાન મારી કામગીરીને અકિલા એ હમેશા બિરદાવી અને જુનાગઢ તે સમયના અકિલાના પત્રકાર સૂર્યકાન્‍ત જોષી જાણે મારા સ્‍ટાર પ્રચારક હોય તેમ અવાર-નવાર મારી કામગીરીને હાઇલાઇટ કરતા રહ્યા છે. સંતો અને મહાપુરૂષોની ભૂમિ એવા ગરવા ગઢ ગિરનારની યાદ કયારેય વિસરાય તેમ નથી.

શ્રી વાઘેલાએ વધુમાં જણાવેલ કે મારી ફરજ નિષ્‍ઠાના ફળ સ્‍વરૂપે આજે મારી પુત્રી શીતલબેન દાહોદ જીલ્લા પંચાયતમાં સતારૂઢ થયા છે. જે મારા પરિવાર અને સમાજ માટે ખુબ ગૌરવપદ બાબત છે. શ્રી ભાવસિંહ વાઘેલાને આઇજીપી તરીકે પ્રમોશન મળ્‍યા બાદ તત્‍કાલીન ગુજરાત રાજયના મુ.મંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આ કર્મ નિષ્‍ઠ અધિકારીને આદીવાસી પછાત જ્ઞાતિના ઉત્‍થાન માટે રાજકારણમાં આવવાની શીખ આપતા બી. ડી. વાઘેલાએ પોલીસ તંત્રમાં રાજીનામુ આપી દઇ છેલ્લા ૧ર વર્ષથી દાહોદ જીલ્લા સહિત આદિવાસી પરિવારો વચ્‍ચે રહી નેક અધિકારી બાદ લોકસેવક તરીકે સરકાર તરફથી મળતા તમામ લાભો યોજનાઓ નાના ઝૂપડાઓ કુબાઓમાં પહોંચાડી પોતે મોટી સમાજ સેવા બજાવી રહ્યા છે.

તાજેતરમાં સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણી યોજાતા શ્રી બી. ડી. વાઘેલાની પુત્રી શિતલબેન જેઓ સ્‍નાતક તરીકે અભ્‍યાસ પુર્ણ કરી પિતાના પગલે આદિવાસી પ્રજાનું પ્રતિનીધીત્‍વ કરવા દાહોદ વિસ્‍તાર ભાજપમાંથી જીલ્લા પંચાયતની ટીકીટ મળતા શિતલબેન જંગી બહુમતીથી ચૂંટાય આવતા પ૦ સીટો ધરાવતા દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી નાની ઉમરમાં બિનહરીફ ચૂંટાય આવ્‍યા છે.

દરમ્‍યાન શિતલબેન ભાવસિંહ વાઘલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે રાજકારણમાં નાની ઉમરે પ્રવેશી ગુજરાતમાં સૌથી મોટો વિસ્‍તાર અને લોકોની સંખ્‍યા ધરાવતા વર્ષોથી બિછડેલા વિસ્‍તારને તમામ ક્ષેત્રે વિકાસ થાય તે માટે હુ મારો જીવન મંત્રી બનાવી આગળ વધીશ અને લોકોની સમસ્‍યા હલ કરીશ અને વિકાસ યાત્રાને આગળ ધપાવીશ શ્રી બી. ડી. વાઘેલાની પુત્રી શિતલબેનને પ્રમુખપદ મળતા શ્રી બી. ડી. વાઘેલાના મો. ૯૮રપ૦ ૪૯૩૩૬ ઉપર શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે.

(10:37 am IST)