Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

શીલ પોલીસ સ્‍ટેશનમાં એએસઆઇ પર દંપતી સહિત ૩ શખ્‍સોનો હુમલો

સરકારી ફરજમાં રૂકાવટ પણ કરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : શીલ પોલીસ સ્‍ટેશન ખાતે એએસઆઇ પર દંપતી સહિત ત્રણ શખ્‍સોએ હુમલો કરવા ઉપરાંત સરકારી ફરજમાં રૂકાવટ કરતા હલચલ મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે માંગરોળ નજીકના શીલના એએસઆઇે નારણભાઇ મનજીભાઇ વગેરેએ હોળીની સાંજે કારેજ ગામેથી ૯ શખ્‍સોને જુગાર રમતા પકડી પાડયા હતા.

જેમાં કારેજનો વિરમ કાળાભાઇ વાળાની પણ પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ જુગાર રમતા શખ્‍સોએ વિરમભાઇ જુગાર રમતો ન હોવાનું જણાવતા પોલીસે ખરાઇ કરીને તેથી તેને જવા દીધો હતો.

પરંતુ બાદમાં વિરમભાઇ તેની પત્‍ની કંચન અને મયુર મોહન વાળા નામના શખ્‍સ સાથે પોલીસ સ્‍ટેશન ખાતે ધસી આવ્‍યો હતો.

ત્રણેયે વિરમભાઇને કેમ મારેલ તેમ કહી એએસઆઇ નારણભાઇને ગાળો દઇ લાફો ઝીંકી દઇ હુમલો કરેલતેમજ ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.

આ બનાવ અને સીપીઆઇ એન.આઇ.રાઠોડે ત્રણેય વિરૂદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છ.

(10:40 am IST)