Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને સેક્રેટરી પી.કે. લહેરીના જન્‍મદિને શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં મહાપૂજા

વેરાવળઃ પ્રભાસપાટણઃ સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને સેક્રેટરી તેમજ ગુજરાત રાજયના પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીના જન્‍મદિન નિમિતે આયુષ્‍ય મંત્ર જાપ-ઓનલાઇન તત્‍કાલ મહાપૂજા કરવામાં આવૈલ સાંજના ભગવાન સોમનાથ મહાદેવને સાંજના વિશેષ શ્રૃગાર સાથે દિપમાલા કરવામાં આવી હતી. સોમનાથ વિજેતા વિવિધ પ્રોજેકટ માટે તેઓનું માર્ગદર્શન મળેલ છે તેમના લાંબા આયુષ્‍ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી(તસ્‍વીર-અહેવાલઃ (દિપક કકકડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(10:42 am IST)