Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જસદણમાં ધુળેટીનો માહોલ જોવા ન મળ્‍યોઃ માત્ર શેરીઓમાં કયાંક-કયાંક બાળકો રંગે રમ્‍યા

 જસદણમાં ધુળેટીના પર્વ પર સવારથી ચોકે-ચોકે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. ધુળેટીના પર્વનો કયાંય માહોલ જ જોવા મળતો ન હતો.કયાંક-કયાંક શેરી ગલીઓમાં માત્ર બાળકો ધુળેટી રમતા જોવા મળ્‍યા હતા. જયારે મોટેરાઓએ એકબીજાને સોશ્‍યલ મીડીયા થકી હોળી-ધુળેટી પર્વની શુભેચ્‍છાઓની આપ-લે કરી હતી.(તસ્‍વીરઃ અહેવાલ, હુસામુદીન કપાસી જસદણ

(10:51 am IST)