Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં આજથી વિવિધ જણસીની આવકઃ શુક્રવારથી હરરાજીનો પ્રારંભ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ : માર્ચ એન્‍ડીંગ અને હોળ-ધુળેટીના પર્વમાં બંધ રહેલ હાપા માર્કેટીંગ યાર્ડ આજથી ખુલ્‍યુ છે. આજથી જણસીની આવક શરૂ થઇ છે તા. રને શુક્રવારથી હરરાજી ચાલુ થશે. તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્‍યું છે.

આજે તા.૩૦ ને મંગળવારે મરચાની આવક થઇ છે. કાલે તા.૩૧ ને બુધવારે સવારે ૯ થી બપોરના ૧ર વાગ્‍યા સુધી ધાણાની આવક થશે.

તા. ૧ને ગુરૂવારે સવારે ૯ થી બપોરના ૧ર વાગ્‍યા સુધી ચણાની આવક થશે. જયારે સાંજે ૭ થી રાત્રીના ૧ર વાગ્‍યા સુધી જીરૂની આવક થશે. ગુરૂવારે રાત્રીના ૧ર વાગ્‍યાથી સવારના ૭ વાગ્‍યા સુધી ઘઉંની આવક થઇ શકશે. આ ઉપરાંત ગુરૂવારે રાત્રીના ૧ર વાગ્‍યાથી અજમો, એરંડા, લસણ, મગફળી, કપાસ, રાય-રાયડો, મેથી સહિતની જણસીનાં વેચાણ માટે ખેડૂત આવી શકશે.

(10:54 am IST)