Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ગુરૂવારે ધ્રોલમાં કોરોના રસીકરણ કેમ્‍પ

૪પ વર્ષથી ઉપરના ભાઇઓ અને બહેનોને પહેલો ડોઝ વિનામુલ્‍યે અપાશે

ધ્રોલ તા. ૩૦ : તા.૧ને ગુરૂવારે જામનગર જીલ્લાના ધ્રોલમાં આવેલ શ્રી પટેલ સમાજ ખાતે કોરોના રસીકરણ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છ.ે

કોરોના મહામારીને અટકાવવા માટે લોકડાઉન અને અન્‍ય પ્રતિબંધ કરતા ‘‘રસીકરણ''જ એકમાત્ર વિકલ્‍પ અને આશા છે તે ૪પ વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીકરણનો પહેલો ડોઝ વિનામુલ્‍યે અપાશે.

આ માટે સવારે ૯ થી સાંજના પ વાગ્‍યા સુધી વિનામુલ્‍યે રસી અપાશે રસીકરણ કામગીરી ગુજરાત સરકારના અર્બન હેલ્‍થ સેન્‍ટર-ધ્રોલની ટીમ દ્વારા કરવામાં આવશે. રસીકરણ માટે આવનારા વ્‍યકિતઓએ ફોટો આઇડી સાથે રાખવાનું રહેશે.રસીકરણમાં ભાઇઓ તથા બહેનો માટે અલગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વ જયારે ભારતીય સ્‍વદેશી રસીની રાહ જોઇ રહ્યું છે.ત્‍યારે ભારતીય સમાજે સ્‍વદેશી રસી લઇને કોરાના સામેની લડાઇમાં સંપૂર્ણ સુરક્ષીત અને અસરકારક રસી લઇને સશકત ભારતનું નિર્માણ કરવા અપીલ કરી છ.ે

આ રસીકરણ કમ્‍પ માટે શ્રી સ્‍વ. જીવરાજ લીલાધાર અનડકટ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ-ધ્રોલનો સહયોગ પ્રાપ્‍ત થયો છે. વધુ વિગતમાં પ્રમુખ ભાવિનભાઇ એચ. અનડકડ (મો.૯૮૭૯૦ ૧૯૩૦૪) અથવા મંત્રી જતીનભાઇ એચ. અનડકટ (મો.૯૮૭૯૦ ૧૯૪૦૮) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(12:32 pm IST)