Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

અમરેલી જીલ્લામાં અપહરણ-પોકસોના ગુન્‍હામાં રોહિસાના મહેશ મકવાણાની ધરપકડ

સાવરકુંડલા-અમરેલી-રાજુલા, તા. ૩૦ :. સાવરકુંડલા ડિવીઝન, નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એચ.એચ. સેગલીયા હોળી બંદોબસ્‍ત જાફરાબાદ હતા તે વખતે બસ સ્‍ટેશન પાસે એક ઈસમ શંકાસ્‍પદ મળી આવતા, તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા છેલ્લા દોઢેક માસ પહેલા વડલી તા. જાફરાબાદ ગામેથી છોકરીને ભગાડેલ હોય, જેથી સ્‍કવોર્ડના પોલીસ કર્મચારી એએસઆઈ નિરજકુમાર દાફડા, હેડ કોન્‍સ. રમેશભાઈ મારૂ, પોલીસ કોન્‍સ. પરેશભાઈ સોંદરવા, પો. કોન્‍સ. રામદેવસિંહ સરવૈયા, પો. કોન્‍સ. યુવરાજસિંહ ગોહિલ, પો. કોન્‍સ. પ્રવિણસિંહ ચૌહાણ, પો. કોન્‍સ. બાલુભાઈ નાગર એ રીતેના માણસોને બોલાવી, મજકુરને યુકિતપ્રયુકિતથી પૂછપરછ કરતા, વડલી તા. જાફરાબાદ ગામેથી પોતાના કુટુંબની છોકરી લગ્ન કરવાને ભગાડેલ હોય, જેને બસ સ્‍ટેશનમાં બેસાડેલ હોય જેથી છોકરી અને આરોપીને ઝડપી લીધેલ છે.

પોલીસે મહેશભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ. આશરે ૧૯) ધંધો ખેતી રહે. રોહિસા તા. જાફરાબાદ જી. અમરેલીવાળો ભોગ બનનાર સાથે મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા નાગેશ્રી પોલીસને સોંપવા તજવીજ કરેલ છે.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એચ.એસ. સેગલીયા તથા એએસઆઈ નિરજકુમાર દાગડા, હેડ કોન્‍સ. રમેશભાઈ મારૂ, પો. કોન્‍સ. પરેશભાઈ સોંદરવા, પો. કોન્‍સ. રામદેવસિંહ સરવૈયા, પો. કોન્‍સ. પ્રવિણસિંહ ચૌહાણ, પો. કોન્‍સ. યુવરાજસિંહ ગોહિલ, પો. કોન્‍સ. બાલુભાઈ નાગરની સ્‍પેશ્‍યલ ટીમે છેલ્લા દોઢેક માસથી અપહરણના ગુન્‍હાના કામના આરોપીને ઝડપી તથા ભોગ બનનારને શોધી કાઢવામા સફળતા મળેલ છે.

(11:01 am IST)