Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જામનગરમાં કુખ્‍યાત ભુમાફીયા જયેશ પટેલ સહિત તેના સાગ્રીતો સામે બોગસ પાસપોર્ટ અંગે વધુ એક ગુનો નોંધાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગ્રામ્‍યના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ કે.દેસાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના લાલબંગલા કમ્‍પાઉન્‍ડમાં આરોપીઓ દિલીપ નટવરલાલ પુજારા, હાર્દિક નટવરલાલ પુજારા, જયંતકુમાર અમૃતભાઈ ચારણ, જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઈ રાણપરીયા, રે. જામનગરવાળાઓએ ગુન્‍હીત કાવતરૂ રચી, બનાવટી આધાર કાર્ડ, ચુંટણીકાર્ડ, જન્‍મ તારીખના દાખલા, પાસપોર્ટ જે બનાવટી ડોકયુમેન્‍ટ બનાવી, ઠગાઈ કરવાના હેતુથી બનાવટી દસ્‍તાવેજ આધારે પાસપોર્ટ ઓફીસમાં ખરા તરીકે રજૂ કરી જે આધારે આરોપી દિલીપ નટવરલાલ પુજારા ના પાસપોર્ટ નં. યુ.-૪૩૧૧૬પ૯, તથા આરોપી હાર્દિક નટવરલાલ પુજારા ના પાસપોર્ટ નં. યુ.-૪૩૧૧૬૬૦ તથા આરોપી જયંતકુમાર અમૃતભાઈ ચારણ જેના પાસપોર્ટ નં. યુ.-૪૩૧૧૬૬૧ ના બનાવી ગુનો કર્યો છે. તથા તપાસ ખુલ્લે તમામ ની કાર્યવાહી હાથ ધરી છે.

રહેણાક મકાન માંથી ૧પ બોટલ દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દેવેનભાઈ નરેન્‍દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરના નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી, બ્‍લોક નં.પ૩/૩૬, રહેણાંક મકાનમાં આરોપી ધર્મેશ નવલભાઈ યાજ્ઞીક, રે. જામનગરવાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૧પ, કિંમત ૭,પ૦૦/-ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

ખરેડી ગામેથી દારૂની ૧પ બોટલ સાથે બે ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપભાઈ રમેશભાઈ જેસડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખરેડી ગામે સતી માતાજીના મંદિર પાછળ, આંગણવાડીની બાજુમાં આવેલ આરોપી વિનોદ ઉર્ફે બોસ ઘેલાભાઈ ધામેચાની વાડીમાં અન્‍ય આરોપી દિનેશ ગુલજીભાઈ ડામોર રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની મેકડોવેલ્‍સ નં.૧ ફોર સેલ ઈન હરીયાણા ઓન્‍લી ૭પ૦ એમ.એલ. લખેલી ઈંગ્‍લીશ પીવાના દારૂની બોટલ નંગ-૧પ, કિંમત રૂા.૭પ૦૦/- રાખી ઝડપાઈ ગયેલ છે.

(12:08 pm IST)