Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સુરેન્દ્રનગરના હડાળા ધોળી - ભાલ પંથકમાંથી ૨ યુવકોની લાશ મળી

એક બાઇક પણ બિનવારસી હાલતમાં મળ્યું : બંનેના મોત આપઘાત કે હત્યા ? તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : હડાળા હોળી (ભાલ)ની સીમમાં બે યુવાનોની કોહવાઇ ગયેલી બે લાશ મળતા ભાલ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

સીમમાંથી ખેતરમાં વાવેલા જીરાના પાકમાં કોહવાઈ ગયેલી હાલતમાં બે યુવાનોને લાશ મળી આવી છે ત્યારે હાલમાં આ અંગેની જાણકારી પોલીસ તંત્રને મળતા તાત્કાલિક અસરે હડાળા ભાલ વિસ્તાર ના ધોળી ગામ ખાતે ખેતરમાં પડેલી કોવાઈ ગયેલી હાલતમાં બંને યુવાનોની મળેલી લાશથી આજુબાજુનાં ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને આ બંને યુવાનોની લાશોને જાણકારી પોલીસ તંત્રને આપવામાં આવી હતી ત્યારે ખેતરમાં એક બિનવારસી બાઈક પણ મળી આવ્યું છે.

જયારે બંને યુવાનોની લાશો એટલી બધી હદે ખોવાઈ ગઈ છે કે જેનું ફોરેન્સિક લેબથી પીએમ કરવું પડે તેવી હાલત છે ત્યારે હાલમાં તો જીરાના પાકમાં આ બંને યુવાનોની લાશ હડાળા ભાલ વિસ્તારમાંથી મળી આવી છે ત્યારે અનેક શંકાઓ ઉત્પન્ન થઈ રહી છે.

હાલમાં આ બંને યુવાનોએ દવા પી અને આત્મહત્યા કરી કે પછી આ બંને યુવાનોને કોઈએ હત્યા કરી અને ખેતરમાં નાખી દીધા અનેક સવાલો હાલમાં ઉત્પન્ન થયા છે ત્યારે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે હાલમાં આ યુવાનો કોણ છે ? કયાં ના છે ? જેની તપાસ પોલીસ ચલાવી રહી છે.

(12:23 pm IST)