Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જસદણના ખાડા હડમતીયા ગામે જાહેરમાં પતા ટીંચતા ૮ પતાપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા. ર૯ :.. જસદણના ખાડા હડમતીયા નામે જાહેરમાં જાુગટુ રમતા ૮ પતોપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

ખાડા હડમતીયા ગામથી શિવરાજપુર ગામ જવાના કાચા રસ્તે હોકળાના કાંઠે ઝાડ નીચે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પીઆઇ કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો. કો. રાજેશભાઇ ભુપતભાઇ તાવીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા ભુપત વિઠલભાઇ શેખ, ભાવેશ ધીરૂભાઇ ઝાપડીયા, સંજય ભોળાભાઇ શેખ, રમેશ વલ્લભભાઇ ઝાપડીયા, હરેશ છગનભાઇ શેખ, અમરશી લધરાભાઇ ઝાપડીયા, ભરત પુનાભાઇ મેર રે. તમામ ખાડા હડમતીયા તથા કાળુ મગનભાઇ જીંજરીયા રે. ગઢીયાને રોકડા રૂ. ૧૧૯ર૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:27 pm IST)