Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

કોટડાસાંગાણીમાં કોરોના વેકસીન કામગીરી

કોટડાસાંગાણી : જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી જયેશ પટેલનાં માર્ગદર્શન નીચે તબોટ વિસ્તારમાં કોવીડ-૧૯ રસીકરણ કેમ્પ યોજાયો જેમાં પ્લોટ વિસ્તારના ગ્રામજનોએ રસી લીધેલ, તેમજ ગ્રામજનોને રસી લેવા આહ્વાન કરવામાં આવેલ ૬૦ વર્ષથી મોટી ઉંમરનાં તેમજ ૪પ થી પ૯ વર્ષનાં જે લોકોને ગંભીર બીમારી હોય તે લોકોનું રસીકરણ કરવામાં આવેલ તેમજ પ્રા. આ. કેન્દ્ર ખાતતે કોવીડ-૧૯ નું ૬૦ થી મોટા તેમજ ૪પ થી પ૯ વર્ષના ગંભીર બીમારી વાળાનું કોવીડ-૧૯ રસીકરણ કાર્યક્રમ શરૂ છે. કામગીરીને વેગ આપવા માટે એક મીટીંગ રાખવામાં આવેલ જેમાં બાબરા મામલતદાર બગસરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ બાબરા તાલુકા હેલ્થ ઓફીસરની રાહબરી નીચે ઉપસ્થિત રહ્યા હતા. અને કોવીડ-૧૯ રસીકરણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ. કેમ્પમાં પ્રા.આ. કેન્દ્રના મેડીકલ ઓફીસ  ડો. બી. આર. કુબાવતનાં રાહબરી નીચે કોટડાના પ્રા. આ. કેન્દ્રનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે. કોવિડ રસીકરણ કામગીરીની તસ્વીર.

(12:30 pm IST)