Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા એસપીએલ ૬ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ટંકારા, તા. ૩૦ : શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા SPL ૬ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ૨૭, ૨૮ અને ૨૯ ના રોજ કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં ટંકારા લેઉવા પાટીદાર સમાજના ૧૬ ગામમાંથી કુલ ૩૧ ટીમોએ ભાગ લીધેલ આ પ્રતિયોગિતામાં શિવમ ઇલેવન એસપીએલ રાજકોટ અને સરદાર વંશજ હરીપર વચ્ચે ફાઇનલ મેચ યોજાય તેમાંથી  સરદાર વંસજ  હરીપરની ટીમે ફાઇનલ જીતેલ આયોજન સરદાર લેઉવા પાટીદાર સમાજના યુવા ટીમના વિપુલભાઈ ડાકા તથા પિયુષભાઈ દેવડા  દ્વારા કરવામાં આવેલ તેમજ અમ્પાયર તરીકે રિટાયર ટીચર રવજીભાઈ પાલરિયા દ્વારા કરવામાં આવેલ આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં થયેલ મેન ઓફ ધ મેચ  તેમજ કવાર્ટર ફાઇનલ તથા સેમિફાઇનલમાં રનર રહેલ ટીમને સમાજના ટ્રસ્ટીઓ દ્વારા શિલ્ડ અર્પણ કરવામાં આવેલ અંતમાં સમાજના પ્રમુખ દ્વારા આ એકિટવિટી યુવાનોમાં એકતા વધે અને ભાઈચારો કેળવાય તેવી ભાવના ઊભી થાય તેમજ એક જ પ્લેટફોર્મ ઉપર સમાજનું યુવાધન આવી સમાજની એકતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડે છે તેવી ભાવના કેળવાય તે હેતુ છે.

(1:28 pm IST)