Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભૂપેન્‍દ્રભાઇ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્‍માભેર સ્‍વાગત

જામનગર : રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમની સાથે ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍યમંત્રીશ્રી દ્વારકા જિલ્લાની મુલાકાતે જતી વખતે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.  તેમના સ્‍વાગતમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્‍યુટી મેયર તપનભાઈ પરમાર, જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્‍યા, દંડક કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, ડો. વિનોદભાઈ,એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર સચિન ખેંગાર સહિતના મહાનુભાવો સહભાગી બન્‍યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(10:38 am IST)