Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જસદણ વીમા એજન્‍ટ નાગડકીયાનું સન્‍માન

જસદણઃ જસદણ તાલુકાના પારેવાળા ગામના યુવા એલઆઈસી એજન્‍ટᅠ વિપુલભાઈ જી. નાગડકીયાએ વર્ષ ૨૦૨૨-૨૩માં જસદણના યુવા ચીફ લાઈફ ઇન્‍સ્‍યોરન્‍સ એડવાઈઝર અમિતભાઇ સી. ચોવટીયાના માર્ગદર્શન હેઠળ જસદણ શાખામાં સૌથી ઝડપી ૧૦૧ પોલિસી પૂર્ણ કરી ફાસ્‍ટેસ્‍ટ શતકવીરનું બિરુદ પ્રાપ્ત કરેલ છે, તે બદલ ભારતીય જીવન વીમા નિગમ જસદણ શાખા અધિકારી કિરણભાઈ ગોહિલ (બ્રાન્‍ચ મેનેજર) અને શ્રી મજીદભાઈ ચૌહાણ (પ્રશાસનિક અધિકારી) દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યું હતું.(તસવીરઃ ધર્મેશ કલ્‍યાણીઃ જસદણ)

(9:54 am IST)