Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ડો.ભરતભાઈ બોઘરાની રજૂઆત સફળઃ જસદણ પાલિકાનો વેરા વધારો મોકુફ રાખવા પ્રાદેશિક કમિશનરનો હુકમ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩૦: જસદણ નગરપાલિકા દ્વારા વેરા વધારાનો અમલ મોકૂફ રાખવા સામાન્‍ય સભામાં સર્વાનુમતે ઠરાવ થયા બાદ તે પ્રાદેશિક નગરપાલિકા નિયામક પાસે છેલ્લા છ મહિનાથી પેન્‍ડિંગ હતો. જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્‍પેશભાઈ રૂપારેલીયાએ તા.૨૬-૯-૦૨૨ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સમક્ષ રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરીને વેરા વધારાનો અમલ મોકુફ રાખવા રજૂઆત કરી હતી. નગરપાલીકાઓનાં પ્રાદેશિક કમિશનરના હુકમ વગર વેરા ઘટાડો શક્‍ય નહી હોય જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ આ અંગે ગાંધીનગર ખાતે રૂબરૂ મુખ્‍યમંત્રીને રજૂઆત કરી હતી અને આ અંગે નગરપાલિકાનાં પ્રાદેશિક કમિશનરને યોગ્‍ય કરવા માટે ગાંધીનગરᅠ શહેરી વિકાસ વિભાગમાંથી ડો. ભરતભાઈ બોઘરાએ સૂચના અપાવી હતી જેને પગલે તા.૨૯-૩-૨૦૨૩નાં પત્ર નંબર પ્રા. ક./વ.યું.-૨/કલમ -૨૫૮/કેસ નં. ૫/૨૨/૨૦૨૩/૨૩૧ થી ડો. ડી. બી. વ્‍યાસᅠ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ દ્વારા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર વેરા વધારાનો અમલ મોકુફ રાખવા હુકમ કરવામાં આવ્‍યો છે. વેરા વધારો મોકૂફ રહેતા જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ અશોકભાઈ ધાધલ, પીઢ અગ્રણી અશોકભાઈ મહેતા, અનિલભાઈ મકાણી, ચંદુભાઈ કચ્‍છી, ચંદુભાઈ ગોટી, ભરતભાઈ ધારૈયા, કમલેશભાઈ ચોલેરા, ભરતભાઈ જનાણી, જયુભાઇ બોરીચા,ᅠ વિજયભાઈ રાઠોડ, સહિતના લોકોએ ડો. ભરતભાઈ બોઘરાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(9:55 am IST)