Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે રાજુભાઈ શેખે ચાર્જ સંભાળ્‍યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩૦: જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે રાજુભાઈ શેખે તાજેતરમાં ચાર્જ સંભાળ્‍યો હતો.

જસદણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્‍યા લાંબા સમયથી ખાલી હતી ગોંડલના ચીફ ઓફિસરને જસદણનો ચાર્જ હતો અને ઇન્‍ચાર્જ ચીફ ઓફિસરથી જસદણ નગરપાલિકાની કામગીરી ચાલતી હતી દરમિયાન તાજેતરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે રાજુભાઈ શેખનો કણજરીથી બદલી થઈને જસદણ નગરપાલિકા ખાતેનો ઓર્ડર થતાં તેમણે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળ્‍યો હતો.ᅠ એમએ, બીએડ થયેલા અને ૨૦૧૭ માં રાજય સરકારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેની જોબમાં જોડાયા અગાઉ પ્રોફેસર, તલાટી મંત્રી, જીએસટી વિભાગ વગેરેમાંᅠ પણ સેવા બજાવી ચૂક્‍યા છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના વતની અને ૨૦૧૭ ની બેન્‍ચના રાજુભાઈ શેખ જસદણ આવ્‍યા તે પૂર્વ પોરબંદર પાસે છાયા નગરપાલિકા, ધાંગધ્રા નગરપાલિકા, ચકલાસી નગરપાલિકા તેમજ કણજરી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે સેવા આપી ચૂક્‍યા છે. કણજરી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સ્‍વચ્‍છતા સર્વેક્ષણ ૨૦૨૨ માં કણજરી ગામમાં કાયમી ધોરણે સ્‍વચ્‍છતાની શ્રેષ્ઠ કામગીરી બદલ કણજરી નગરપાલિકાને સમગ્ર રાજયમાં પ્રથમ નંબર મળ્‍યો હતો. રાજુભાઈ શેખે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તાજેતરમાં ચાર્જ સાંભળ્‍યા બાદ જસદણ શહેરમાં પણ નિયમિત સ્‍વચ્‍છતા, શુધ્‍ધ પાણી વિતરણ, વેરા વસુલાત, સ્‍ટ્રીટ લાઈટ સહિતની કામગીરી અસરકારક રીતે શરૂ કરી છે.

(9:55 am IST)