Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મોટી પાનેલીના યુવકે બેન્‍ક દ્વારા ખાતામાં દસ ગણી વધુ જમા થયેલ રકમ તુરત પરત કરી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૩૦: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી માં આવેલ યુનિયન બેન્‍ક ઓફ ઇન્‍ડિયા દ્વારા બેન્‍કના કસ્‍ટમર ના ખાતામાં ભૂલથી વધુ રકમ જમા થઇ ગયેલ જે બેન્‍ક કર્મચારીને ખબર પણ ના હતી ગત સોમવારના રોજ બેન્‍કના કાયમી કસ્‍ટમર અને દિવ્‍યભાસ્‍કર ન્‍યુઝપેપર ના વિક્રેતા ભરતભાઈ પાબારીના પુત્ર સાવન પાબારીએ પોતાના ખાતામાં રૂપિયા પંદરસો જમા કરાવેલ જમા કરાવ્‍યા બાદ સાવન પાબારી પોતાના ઘરે જતો રહ્યો હતો બાદ મોડે મોડે બેન્‍કના ઓટો ટ્રાન્‍જેકશન મેસેજ દ્વારા સાવન ના મોબાઈલમાં રકમ જમા થઇ હોવાનો મેસેજ મળ્‍યો હતો યુનિયન બેન્‍કની આ ઓટો ટ્રાન્‍જેકશન મેસેજની ઘણા સમયથી ફરિયાદ રહેવા પામી છે ઘણા ગ્રાહકોને ટ્રાન્‍જેકશન મેસેજ મળતા જ નથી કા મોડા મળે છે એજ રીતે સાવનને પણ ટેક્‍સ મેસેજ મળતા તેમને મેસેજ વાંચ્‍યો તો તેમાં તેના ખાતામાં જમા કરાવ્‍યા કરતા દસ ગણી વધુ રકમ જમા થઇ હોવાનું જાણવા મળતા, સાવન તુરંતજ કંઈપણ વિચાર્યા કે લાલચમાં આવ્‍યા વિના પોતાની પાસબુક લઈને બેન્‍ક પર પહોંચી પોતાની પાસબુકમાં એન્‍ટ્રી કરતા તેમાંપણ જમા કરતા દસગણી રકમ જમા થયેલ હોવાનું માલુમ પડતા મેનેજરશ્રીને બેન્‍કની ભૂલ અંગે જણાવી તુરંત વધારાની રકમનો ચેક બેન્‍કને સુપરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ આપ્‍યું. સાવનની આ ઉમદા પ્રામાણિકતા ને સર્વે બેન્‍ક કર્મીઓએ વધાવી તાળીઓથી અભિવાદન કરેલ સાથેજ ગ્રામજનોએ પણ સાવનની પ્રામાણિકતા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

(9:59 am IST)