Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

લીંબડી પધારેલા ગચ્‍છાધિપતિનું ઢોલ-શરણાઈથી સામૈયું કરાયું

વઢવાણ : ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક ગચ્‍છાધિપતિ કુલચંદ્રસુરીશ્વરજી સાથે સાધુ-સાધ્‍વી ભગવંતો લીંબડી જૈન સંઘના આંગણે પધાર્યા હતા. જૈન સમાજ દ્વારા લીંબડી પધારેલા ગચ્‍છાધિપતિ અને સાધુ- સાધ્‍વીજીનું ભલગામડા ગેટથી સાજન-માજન, ઢોલ-શરણાઈથી સામૈયું કરવામાં આવ્‍યું હતું. સામૈયામાં અનેક લોકો જોડાયા હતા. સામૈયા બાદ કુલચંદ્રસુરીશ્વરજીએ નૂતન ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન આપ્‍યું હતું. કુલચંદ્રસુરીશ્વરજીએ ઉપદેશ પ્રવચનમાં બોધપાઠ આપતાં જણાવ્‍યું હતું. લીંબડીનો પહેલો અક્ષર એલનું મહત્‍વ સમજી જીવનમાં ઉતારી લો તો જીંદગીમાં કયારેય કોઈ પરેશાની ભોગવી પડશે નહીં. એલ ફોર લક, એલ ફોર લવ, એલ ફોર લાફ અને એલ ફોર લોયલ્‍ટી ચારેય શબ્‍દો ઉપર જીવનમાં ટકી રહેશો તો કોઈ મુસીબત તમારી પાસે ડોકાશે નહીં. પ્રવચનમાં જીવન જાગળતિની વાત સરળ શબ્‍દોમાં સમજાવી હતી. પ્રવચન પૂર્ણ થયા બાદ લોકોએ કિંજલબેન ઉત્‍પલભાઈ શાહ, રવિભાઈ શાહ, મુકેશભાઈ શેઠ અને મહાવીરસિંહ જાડેજા દ્વારા પુરીબાઈની ધર્મશાળામાં રખાયેલી નવકારશીનો લાભ લીધો હતો.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(10:13 am IST)