Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જૂનાગઢને આધુનિક સ્‍માર્ટ જી.આઇ.ડી.સી આપવા રજૂઆત

જૂનાગઢ તા. ૩૦ : જૂનાગઢ શહેર અને જિલ્લાના તાલુકાઓ ખેતી બાગાયત, પશુપાલન આધારિત લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. હાલ જૂનાગઢ શહેરને સોમનાથ બાયપાસ અને દરીયાઇ બંદરો વેરાવળ અને પોરબંદરને સગવડતા ઉપલબ્‍ધ છે.

જૂનાગઢના વિકાસને વેગવંતો બનાવવા માટે એગ્રોબેઇઝ આધુનિક સ્‍માર્ટ જી.આઇ.ડી.સી. આપવા રજૂઆત કરાઇ છે. આ જી.આઇ.ડી.સી.થી લઘુ ઉદ્યોગો અને ખેત મજુરો અને શ્રમિકોને પ્રોત્‍સાહન મળશે. આગામી દિવસોમાં સ્‍માર્ટ જી.આઇ.ડી.સી. મંજુર કરવા ધારાસભ્‍ય સંજય કોરડીયાએ રજૂઆત કરી હતી.

(11:51 am IST)