Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્‍ડીંગના કારણે પાંચ દિવસ માટે બંધ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૯: કોડીનાર માર્કેટિંગ યાર્ડ નાકોડીનાર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડએ જણાવ્‍યું હતું કે આજે તારીખ ૨૯.૩.૨૦૨૩ને બુધવારથી આગામી તા.૧ ને શનિવાર સુધી એપીએમસી કોડીનાર બંધ રહેશે બંધ રહેવાનું કારણ જણાવતાં પિયુષભાઈએ કહ્યું હતું કે માર્ચ એન્‍ડિંગની રજા હોય વેપારીઓને ખેડૂતોએ પોતાની જણસ કે માર્કેટિંગ યાર્ડમાં લાવવી નહીં અને વેપારીઓએ પણ પોતાનો વ્‍યવહાર કે વેપાર આ સમય દરમિયાન કરવાનો થતો નથી માર્ચ એન્‍ડિંગ પૂર્ણ થતા તા.૩ ને સોમવારથી હરાજી નું કામકાજ રાબેતા મુજબ યાર્ડમાં હરરાજી શરૂ થશે

(12:20 pm IST)