Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ઉપલેટામાં વાડાસડાના કોળી યુવાનની લાશ મળી

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૩૦ : અહીંયા ધોરાજી રોડ ઉપર આવેલ રેલ્‍વે સ્‍ટેશન જકાતનાકાની ઓરડી પાસે સવારે લાશ મળી આવતા ઉપલેટા કોટેજ હોસ્‍પિટલમાં પીએમ માટે આવેલ હતી.

માણાવદર તાલુકાના વાડાસા ગામના કોળી પરબતભાઇ જીકાભાઇ ઝિંઝુવાડીયા ઉંમર ૪૦ની આ લાસ હોવાનું બહાર આવતા વધુ તપાસ પોલીસ જમાદાર ફિરોજભાઇએ હાથ કરેલ છે. વરસાદના ઝાપટા થયેલ.

વહેલી સવારે છ વાગ્‍યાના સમય આસપાસ ઉપલેટા શહેરમાં વરસાદી ઝાપટા પડેલ હતા. તાલુકાના ગામડામાં પણ ઝાપટા પડેલ હોવાનું જાણવામાં આવે છે.

(10:55 am IST)