Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ઇરાન કલ્‍ચર હાઉસ દિલ્‍હીએ મૌલાના તુરાબી દ્વારા મૌલાના રાજાણીનો પાસપોર્ટ જપ્ત કરવાની આપી ધમકી

મહુવા, તા.૩૦: મોડી રાત્રે વોટ્‍સએપ કોલ દ્વારા ઈરાન કલ્‍ચર હાઉસ દિલ્‍હીના મૌલાના હસનજાફર તુરાબીએ પ્રખ્‍યાત શિયા ધર્મગુરુ મૌલાના હસનઅલી રાજાણીનો પાસપોર્ટ જપ્ત કરવાની ધમકી આપતા કહ્યું કે ઈરાન માટે કોઈ મોટી વાત નથી કે ભારત સાથે વાત કરીને કોઈપણ ભારતીયનો પાસપોર્ટ જપ્ત કરી લેય, જેના પર મૌલાના હસનઅલી રાજાણીએ કહ્યુ કે સહુથી પેહલાતો ભારતમાં ઈરાનની અયોગ્‍ય દખલગીરી સહન કરવામાં આવશે નહીં. અને બીજું ઈરાન તેના ભિખારી શિયા ઉલમાંને  આખી દુનિયામાં મોકલીને આખી દુનિયામાં સુપર પાવર બનવાનું સપનું જોવું પણ મૂકી દેય. વધુમાં રાજાણીએ કહ્યુંકે જો ઈરાન હજુ પણ તેના નાપાક ઈરાદાથી બાજ નહિ આવે તો અમે વિશ્વભરમાં ઈરાનના દૂતાવાસોનો ઘેરાવ કરીશું અને પોતાની માંગ રાખશું કે ઈરાન પોતાના ભિખારી ઉલમાંને પચાસ પચાસ ડોલર આપીને આખી દુનિયામાં દહેશત ગર્દી ફેલાવાનું બંધ કરે જેથી સામાન્‍ય લોકો સુખ ચેનથી રહે. અંતમાં મૌલાના રાજાણીએ કહ્યું કે ઈરાન ભારતમાં ખાલિસ્‍તાનના નામથી એક બીજું  દેશ બનાવવાનું સપનું પણ કદી પૂરું નહીં કરી શકે

(11:52 am IST)