Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ચોટીલા હાઇસ્‍કૂલમાં ધો. ૧૨ની સંસ્‍કૃત પરિક્ષા આપતા ડમી ઝડપાયો

એકની બદલે બીજો પરિક્ષાખંડમાં બેસી ગયો પણ ચાલુ પરિક્ષાએ ઝડપાઇ ગયો

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૩૦: ચોટીલામાં ધો. ૧૨ની સંસ્‍કૃતની પરિક્ષામાં એકને બદલે બીજો ડમી વ્‍યક્‍તિ પરિક્ષાર્થી તરીકે પરિક્ષા આપવા બેસી જતા સુપરવાઇઝરની સુચકતાથી પકડાઇ જતા તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલાની સરકારી હાઈસ્‍કૂલમાં મંગળવારના રોજ ધો. ૧૨ ના સંસ્‍કૃત વિષય ની પરિક્ષા હતી જેમા એકને બદલે બીજો વ્‍યક્‍તિ પરિક્ષાર્થી તરીકે ઝડપાતા ચકચાર મચી ગયેલ હતી

ચીરોડા (ઠાં) ગામનાં ચંદ્દેશ ભરતભાઇ ઓતરાદીની રીસીપ સાથે તેના બદલે તેનો મિત્ર એવો પિયાવા ગામનો મહેશ ઝવેરભાઇ બાવળીયા પરિક્ષાર્થી તરીકે પરિક્ષા આપતા ઝડપાઇ ગયેલ હતો પ્રથમ તો ગલ્લા તલ્લાં કર્યા પછી ઝડપાઇ ગયાનો અહેસાસ થતા પોતે ડમી હોવાનું જણાવ્‍યું હતું.

એકની બદલે બિજો ડમી પરિક્ષાર્થી બ્‍લોકમાં પહોંચી ગયો અને પેપર આન્‍સરશીટ પણ અપાઈ ગઈ તે બાબત પ્રવેશ સમયે કેવી ચાલાકી વાપરી તે અંગે સૂત્રોમાંથી જાણવા મલ્‍યા મુજબ આરોપી ડમી એ ગત વર્ષે ધો. ૧૨ પાસ કરેલ બહાર ચકાસણી સમયે તેની જુની રીસીપ બતાવી અંદર પ્રવેશ મેળવ્‍યો અને નિરિક્ષકની સહી માટે ઓરીજનલ રિસીપ માંગતા ફોટો અલગ જણાતા આખો ભાંડો ફૂટેલ હોવાનું જાણવા મળેલ છે.

પોલીસમાં બ્‍લોક નિરિક્ષકે અસલ પરિક્ષાર્થી અને ડમી વિરૂધ્‍ધ લેખિત ફરિયાદ નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:57 am IST)