Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મુંબઇમાં રહેતા શખ્‍સે છેતરપીંડી કરીને ધમકી આપતા ભાવનગરના મૌલિક ડોડીયાનો આપઘાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૩૦: ભાવનગરના કાળિયાબીડમાં રહેતા અને લેપ્‍ટોપનું કામ કરતા મૌલિકભાઈ મહેન્‍દ્રભાઇ ડોડીયા ( ઉ.વ.૨૯ ) એ ઝેરી ટીકડા ખાઈ લેતા તેને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.મૌલિકભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી છે,જેમાં મૌલિકભાઈએ મુંબઈમાં રહેતા નીરવ રાવળનો ઉલ્લેખ કરી આ શખ્‍સે તેની સાથે છેતરપિંડી કરી,પોતાને મોટા રાજકીય હસ્‍તીઓ સાથે સંબંધ હોવાનું જણાવી ધમકી આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉમરાળા તાલુકાના ધરવાળા ગામમાં રહેતા અલ્‍પાબેન જગદીશભાઈ મકવાણા ( ઉં. વ. ૨૮ ) વાડીએ કપાસ વીણવા માટે ગયા હતા તે દરમિયાન ઝેરી જીવડું કરડી જતા સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ,જયાં તેમનું મોત થયું હતું.

(11:01 am IST)