Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સાળંગપુરમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીદાદાના મંદિરે ‘રામનવમી' નિમિતે દાદાને દિવ્‍ય શણગાર

વાંકાનેર,તા.૩૦: બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત સાળંગધામમાં આવેલ સૌનુ આસ્‍થાનું પ્રતીક જ્‍યાં ધજા ફરકે છે સત ધર્મની એવા શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત આજરોજ તા, ૩૦મીના શ્રી રામનવમીનાં પાવન પુણ્‍યશાળી દિવ્‍ય અવસરે દાદાના નિજ મંદિરમાં અનોખા દિવ્‍ય અદભુત શણગાર દર્શન યોજાયેલ હતા.

તેમજ સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે પૂજારી સ્‍વામીશ્રી ડી.કે.સ્‍વામીજી દ્વારા કરવામાં આવેલ હતી તેમજ દાદાની શણગાર આરતી સવારે ૭ કલાકે પ.પુ.શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તેમજ કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી તથા સંતો આરતીમા હાજર રહેલ હતા. સવારે બંને આરતીમાં હજારો ભાવિકોએ આરતીના દર્શનનો લાભ લીધેલ હતો માત્ર મંદિર જ નહી મંદિર પરિસરના વિશાળ ગ્રાઉન્‍ડના ભાવિકોએ આરતી સ્‍કિન ઉપર કરેલ હતી.

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું. જય જયશ્રી રામના નાદ અને હનુમાન ચાલીસાનુ સમૂહ ગાન ભાવિકોએ આરતીમાં કરેલ દિવ્‍ય ભકિતમય માહોલ સર્જાયેલ હતુ આ ઉપરાંત બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્‍મોત્‍સવની આરતી કરવામાં આવશે તેમજ રાત્રે ૧૦:૧૦ કલાકે શ્રી ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ આરતી કરવામાં આવશે તેમજ રાત્રે ૯ થી ૧૧ દરમ્‍યાન રાસ ગરબાની રમઝટ સાથે આનંદ ઉત્‍સવ મનાવવામા આવશે આજે શ્રી રામ નવમી નિમિત્તે મર્યાદા પુરુષોતમ ભગવાનશ્રી રામચંદ્ર ભગવાન એવમ પૂર્ણ પરસોતમ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્‍યોત્‍સવ નિમિત્તે પુ શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીએ સહુના કલ્‍યાણકારી માટે દાદાના ચરણોમાં પ્રાર્થના કરી સહુને આજના મંગલમય દિવસે શુભકામના પાઠવેલ હતી આજે રામનવમી હોય દાદાના દરબારમા હજારો ભાવિકો ગઈકાલે રાત્રે જ સાળંગપુરધામ પહોંચી ગયા હતા અને હજારો ભાવિકોએ દાદાના પ્રત્‍યક્ષ તેમજ ઓનલાઇન દ્વારા હજારો ભાવિકોએ આરતીના દર્શન કરી ધન્‍યતા અનુભવેલ હતી.

(11:30 am IST)