Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ધ્રાંગધ્રાના હરીપર પાસે ટ્રેન નીચે મૃત્‍યુઃ

ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામની રેલ્‍વે ક્રોસિંગ પાસે ટ્રેનમાં કપાઈ ગયેલા અજાણ્‍યા પુરુષની લાશ મળતા સ્‍થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ ધાંગધ્રા તાલુકા પોલીસે લાશને પીએમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા તેના વાલી વારસની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.જો કે, યુવકે આત્‍મહત્‍યા કરી છે કે તેની હત્‍યા કરવામાં આવી છે તેની કોઈ માહિતી સામે આવી નથી. યુવકના મોતની સાચી માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

(11:32 am IST)