Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મીઠાપુરનું ગૌરવ રાહુલ ગઢવી

 (દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૩૦ : અમદાવાદમાં યોજાયેલી અલગ અલગ એકેડમીની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં મીઠાપુરનાં ભુતપુર્વ પીઆઇ જી. આર. ગઢવીનાં પુત્ર રાહુલનું શાનદાર પ્રદર્શન. ઓખામંડળ તાલુકાનાં મીઠાપુર ગામનાં ભુતપુર્વ અને કડક છાપ ધરાવતા જી આર ગઢવીનાં પુત્ર રાહુલ ને ક્રિકેટનો ખૂબજ શોખ છે. રાહુલ હાલ અમદાવાદમાં અભ્‍યાસ કરે છે.ત્‍યાં લક્ષ્ય એકેડમી દ્વારા યોજાયેલ અલગ અલગ બે ટુર્નામેન્‍ટમાં રાહુલનું જોરદાર પ્રદર્શન રહ્યું હતું. ગત તારીખ ૨૨ નાં યોજાયેલ લક્ષ્ય એકેડમી અને સનરાઈસ એકેડમીનાં મેચમાં રાહુલનાં ૧૦૧ રન તેમજ એસા લાયન્‍સ સામે ૧૧૨ રનની લાજવાબ પારી રમી હતી. લક્ષ્ય એકેડમી નાં કોચ રાજેશ રાજપૂત દ્વારા રાહુલનાં આ પ્રદર્શનને બિરદાવવામાં આવ્‍યું હતું.

(2:32 pm IST)