Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ફરી આફતના વાદળા સાથે છાંટા : ખેડૂતો ચિંતીત

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૩૦ : સુરેન્‍દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ૧૫ દિવસમાં ત્રીજી વાર માવઠાનો માર સુરેન્‍દ્રનગર જિલ્લાને પડ્‍યો છે જ્‍યારે હજુ સરકાર સહાયની તો વાત જ કરવી રહી ત્‍યારે ફરીવાર ત્રીજી વખત ૧૫ દિવસમાં આજે વહેલી સવારથી વાતાવરણ પલટાવ્‍યું છે. શિયાળા જેવા ઠંડા પવનના સાથે વાદળોમાં માવઠાની સંતાકૂકડી જોવા મળી રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાને તેના તાલુકામાં તો કોઈ પરિવાર આકાશમાં આફતોના વાદળ જોવા મળી રહ્યા છે. ત્‍યારે આજે વહેલી સવારથી જ સૂર્યનારાયણના દર્શન બન્‍યા છે અને વાદળછાયા વાતાવરણ વચ્‍ચે છાંટા પડવાના પણ શરૂ થયા છે ત્‍યારે હાલમાં ઝાલાવાડનો ખેડૂત મૂંઝવણમાં મુકાઈ ગયો છે શિયાળુ પાક મોઢે આવેલો કોળીયો ખેડૂતોના મોઢેથી છીનવાઈ જવા પામ્‍યો છે ત્‍યારે હજુ સરકાર સર્વે પણ નથી કરી શકીએ અને ખેડૂતોને સહાય જાહેર પણ નથી કરી શકે ત્‍યારે ૧૫ દિવસમાં ત્રીજી વાર માવઠાનો માર સુરેન્‍દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથક હોય સહન કરવાનો વારો આવ્‍યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ વાદળછાયું વાતાવરણ અને સુસ્‍વાટા મારતો પવન અને સામાન્‍ય છાંટા પડતા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

(11:36 am IST)