Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

૨૦૧૬માં દલિત તબીબને માર મારતા સાંસદ નારણભાઇ કાછડીયાને ૩ વર્ષની સજા થયેલ છતાં સભ્‍યપદ રદ ન થયેલ : શું આ વ્‍યાજબી છે? : ડેરનો સવાલ

કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અમરીષ ડેર દ્વારા ભાજપ ઉપર પ્રહારો : રાહુલ ગાંધીના સસ્‍પેન્‍સ મુદે રાજકીય ગરમાવો

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા તા.૨૯  : તાજેતરમાં સુરતની કોર્ટ દ્વારા કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા થતાં તેઓનું સાંસદ નું સભ્‍ય પદ તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દેવાતા આ સમયે કોંગ્રેસના યુવા કાર્યકારી અધ્‍યક્ષ  અમરીશ ડેર દ્વારા ગુજરાતની જનતા સમક્ષ કેટલાક મુદ્દાઓ ઉપસ્‍થિત કરેલા છે.

આ અંગે શ્રી ડેર દ્વારા તાજેતરમાં બોટાદ ખાતે કરેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં તેમજ  રાજુલા મુકામે આ અંગેનો પ્રશ્‍નો પૂછતા  અમરીશ ડેર દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા થતા તેઓનું સભ્‍યપદ તાત્‍કાલિક અસરથી છીનવી લેવામાં આવેલ છે જ્‍યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા ને ૨૦૧૬ માં ત્રણ વર્ષની સજા થયેલ હતી આમ છતાં એનું સભ્‍યપદ રદ ન થવા દીધું અને કોર્ટમાંથી સ્‍ટે પણ મળી ગયો ! અને તે પણ એક દલિત ડોક્‍ટર ને માર મારવા જેવા ગંભીર ગુનામાં. જ્‍યારે બીજી બાજુ એક બદનક્ષીના કેસમાં અને તે પણ પક્ષકારો દ્વારા કરવામાં આવેલ કેસમાં અસરગ્રસ્‍ત હોય તો કેસ પણ કરેલ ન હોવા છતાં સજા થયેલ હોય તેવા કિસ્‍સામાં તાત્‍કાલિક અસરથી રાહુલ ગાંધીનું સભ્‍યપદ રદ થતાં શ્રી અમરીશ ડેર દ્વારા ગુજરાતની જનતાને પ્રશ્‍નો પૂછેલ છે કે શું આ ગુજરાતની જનતાને વ્‍યાજબી લાગે છે કેન્‍દ્ર સરકાર દ્વારા એક ને ગોળ અને એક ને ખોળ જેવી નીતિ અપનાવે છે ખરેખર આ વ્‍યાજબી છે?

હવે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું કે કોંગ્રેસે આ કેસમાં ડરી જવાનું કે પછી લડી લેવાનું તેવો વેધક સવાલ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ અમરીશ ડેર દ્વારા લોકોને પૂછેલ છે

(11:39 am IST)