Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

જયશ્રી રામ... સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રામનવમીની ભવ્‍યતાથી ઉજવણી

ગામે ગામ શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં ભાવિકો જોડાયા

રાજકોટ તા. ૩૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે રામનવમી પર્વની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી છે અને જયશ્રી રામના નાદ ગુંજયા છે.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટાઃ ઉપલેટા અહીંયા રામ નવમી નિમિત્તે વિશ્‍વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્‍ય શોભાયાત્રાનો આયોજન કરવામાં આવેલ છે આ શોભાયાત્રા આજે સવારે ૮-૦૦ વાગે બસ સ્‍ટેન્‍ડ ચોકમાંથી શરૂ થઇ હતી. જે શહેરના મુખ્‍ય માર્ગો બાપુના બાવલા ચોક, ગાંધી ચોક સોની બજાર પીજી ચોક, નાગનાથ ચોક, કટલેરી બજાર સહિત માર્ગો ઉપર થઇને બડા બજરંગ મંદિર ખાતે શોભાયાત્રા પહોંચશે ત્‍યારબાદ મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે આયોજકો દ્વારા એક યાદી જણાવે છે કે શોભાયાત્રામાં જોડાવા અપીલ કરેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ રામનવમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષ પણ રામસાવરીનું આયોજન કરવામાં આવેલ છે આ રામસાવરી ધરાનગર-૧ હાઉસીંગ બોર્ડના રામમંદિર ચોકથી સાંજે પ-૩૦ એ રવાના થશે અને ત્‍યાંથી સાંજે ૬-૩૦ એ દરેક સમાજના આગેવાનો દ્વારા તેમજ ભકતજનો દ્વારા રામસવારીનું શ્રી મોમાઇ માતાજી ગરબી ચોક ખાતે સ્‍વાગત કરવામાંઆવશે ત્‍યારબાદ ત્‍યાંથી રવાના થઇ પટેલમિલવરા રસ્‍તે થઇ વાલસુરા રોડ પર આવેલા બેદેસ્‍વર મહાદેવના મંદિરેથી પરત પાછા બેદી બંઘ્ર રોડ પર થઇ વેજનાથ મહાદેવના મંદિરેથી પરત પાછા હાઉસિંગ બોર્ડના ગરબી ચોકમાં પૂર્ણ થશે. આ રાસવારીમાં આશરે ૧૦૦૦ થી ૧ર૦૦ ભાવિકો તેમજ વાહનોમાં ટ્રેકટર, છોટાહાથી, ડીજે તેમજ અન્‍ય થોડા વાહનો સાથે રહેશે.

(11:55 am IST)