Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ભાવનગર જેલમાં હવે હીરા ઉદ્યોગ સાથે કાપડ ઉદ્યોગ કેદીઓ ધમધમાવશે

ગુજરાતનાં મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન. રાવની અપીલનો પડઘો, ઉધોગપતિઓ આગળ આવ્‍યાઃરામ ગ્રુપના શની પ્રિન્‍સેસના ભરતભાઈ ખસિયા દ્વારા પાંચ હીરા ઘંટી તથા કે.જી.એન. સીનથેટિક કંપનીનાં મહેબૂબભાઈ દ્વારા ૪ પાવરલમ મશીન જેલમાં મૂકાયા

રાજકોટ તા.૩૦: જેલ મુકત થનાર કેદીઓને કોઈ રોજગારી ન મળે તો તે ફરીથી ગુન્‍હાના માર્ગ તરફ આગળ પ્રયાણ કરી વધુને વધુ ગુન્‍હાઓ કરવા મજબૂર બનશે તેવું રાજય પોલિસ તંત્રના ખૂબ અનુભવી એવા રાજયના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ જેવા સિનિયર આઇપીએસ અધિકારને વાર ન લાગી , તેમણે રાજયોની જેલમાં ચાલતા ઉદ્યોગોને નવી દિશા આપી, સારી ક્‍વોલિટી સાથે વિવિધ મોટી બ્રાન્‍ડનો અભ્‍યાસ કરી કેદીઓને રોજગારી સાથે લોકોને પણ બજાર કરતા ઓછા ભાવે ખૂબ સારી વસ્‍તુઓ મળે તે માટે આખી સિસ્‍ટમ્‍સ વિકસાવી જેને કારણે લોક ડાઉન દરમિયાન પણ જેલ ઉદ્યોગમાં મંદી ન આવી, વડા પ્રધાનનું આત્‍મ નિર્ભર સ્‍વપ્‍ન સાકાર કરવા જેલોમાં પણ કેદીઓને સ્‍વ રોજગારીના ભાગરૂપે ચાલતા અભિયાનમાં લોકો પણ કામગીરીથી પ્રભાવિત થઈ પોતાનું યોગદાન આપી રહ્યા છે, તેનો વધુ એક સુંદર અનુકરણીય કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.

જેલ જેવા વિભાગોમાં સામાન્‍ય રીતે ઉચ્‍ચ અધિકારીઓને સુધારણા કાર્યક્રમમાં જાજો રસ હોતો નથી, પરંતુ મુખ્‍ય જેલ વડા રાજયભરની જેલોમાં પોહચી તેનું નિરીક્ષણ કરી જેતે વિસ્‍તારની ભૌગીલિક પરિસ્‍થિતિ અને તે વિસ્‍તારમાં સેની વધુ માંગ છે તેનો અભ્‍યાસ કરી તે દિશામાં આગળ વધવા માર્ગ દર્શન આપે છે, જે અંતર્ગત તેઓ દ્વારા તાજેતરમાં ભાવનગર જિ્‌લ્લા જેલની વિઝિટ કરી હતી.

વિઝીટ દરમ્‍યાન જેલમાં ચાલતા વિવિધ ઉદ્યોગોની સરાહના કરવામાં આવેલ હતી. તેમજ સાથો સાથ ભાવનગર જિલ્લાના કેન્‍દ્ર ગણાતા તેવા હીરા ધસવા તેમજ મોનોફીલામેન્‍ટ કાપડ માટેનું ઉત્‍પાદન સ્‍વૈચ્‍છિક એન.જી.ઓની મદદથી શરૂ કરવા પ્રેરણા આપવામાં આવતા ભાવનગર જિલ્લા જેલના જેલ અધિક્ષકશ્રી જે.આર.તરાલના માર્ગદર્શન હેઠળ જેલરશ્રી એફ.એસ.મલેક તેમજ વિવિંગ આસિ. એન.ડો.ગોહિલનાઓ દ્વારા સ્‍વૈચ્‍છિક એન.જી.ઓ.સાથે સંપર્ક કરતા શ્રી રામ ગૃપના શ્રી શનિ પ્રિન્‍સેસ ડાયમંડ કંપનીના ભરતભાઇ ધુસાભાઇ ખસીયા દ્વારા હીરા ઘસવાની ઘંટી નંગ-૦૫ તેમજ કે.જી.એન. સિન્‍થેટીક કંપનીના શ્રી મહેબુબભાઇ દ્વારા પાવરલુમ મશીન નંગ-૦૪ ભાવનગર જિલ્લા જેલ ખાતે શરૂ કરવામાં આવેલ. અત્રેની જેલના બંદીવાનોને તાલીમ કમ રોજગારી તથા જેલ મુક્‍તિ બાદ બંદીવાનો સમાજમાં પુનર્વસન માટે આજ તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ જેલ અધિક્ષકશ્રી જે.આર.તરાલ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ.

(12:12 pm IST)