Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

બોરડીને ગોળનુ પાણી-શેરડીનો રસ-ખજૂરનું પાણી આપશો તો ‘બોર' મીઠા આવશે

‘રસ પીવો અને કાયાકલ્‍પ કરો'ની વાત વનસ્‍પતિને પણ લાગુ પડેઃ કયારામાં વનસ્‍પતિનો ચુરો નાંખીને ઢાંકેલો રાખવાથી ભેજ જળવાય રહે

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ર૯ :.. કુદરતી રીતે ખેતી જંગલમાં થાય છે. જંગલમાં છોડ, વેલા અને ઝાડ હોય છે. તે પણ વિવિધ પ્રકારના હોય છે. દરેક વનસ્‍પતિનું આયુષ્‍ય પણ જુદુ જુદુ હોય છે. જંગલમાં મોટા વૃક્ષો પાનખર ઋતુમાં જૂના પાનો ખરી જાય અને નવા પર્ણ ફુટી નીકળે છે. વનસ્‍પતિ પાદળાથી સૂર્ય પ્રકાશ મેળવી પોતાનો ખોરાક બનાવે છે. ખરેલા પાદડમાં કાર્બનનું પ્રમાણ હોય છે. ઉનાળામાં ધરતી તપીને ફાટી જાય છે. પવન પાંદળાને એક જગ્‍યાએ બીજી જગ્‍યાએ ફગોળે છે. જમીનની તીરોડામાં પણ પાદળા ભરાઇ જાય છે. ઉનાળા પછી ચોમાસુ બેસતા વરસાદ થાય છે. જમીન ભીની થતા વનસ્‍પતિ પાદળા, ડાખળા, ફળ, ફુલો, છોડવાઓ, વેલાઓનો કોહવારો થઇને માટીમાં ભળી જાય છે. જેનાથી નવી ઉગતી વનસ્‍પતિ અને ઝાડના મૂળને જોઇતા પોષક તત્‍વો મળી રહે છે. જંગલમાં કોઇ વ્‍યકિત કોઇપણ પ્રકારનું ખાતર નાખતી નથી તેમ છોડ, વેલા, વૃક્ષોને પણ પાતી નથી તેમ છતાં કુદરતી રીતે જંગલ થયેલ ફળાવ વૃક્ષોના ફળો, સ્‍વાદ, સોડમ અને મીઠાશ વાળા હોયછે. આ કુદરતી ખેતી પધ્‍ધતિનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરીને દરેક ખેડૂત પોતાના ખેતરમાં કુદરતી ખેતી કરી શકે છે. તેમ ગોંડલના પ્રગતિશીલ ખેડૂત અને એડવોકેટ શીવલાલભાઇ ભંડેરીએ જણાવ્‍યું છે.

કુદરતી ખેતીની પ્રથમ રીત એવી છે કે ખેડૂતને ઉપલબ્‍ધ તમામ પ્રકારના છોડ, વેલા, વૃક્ષોનું શ્રેષ્‍ઠ મશીન, ચોપર મશીન વડે નાના નાના ટૂકડા કે ચૂરો કરી ખેતરની માટી સાથે ભેળવી દયો ત્‍યાર પછી પિયત કે વરસાદથી ખેતરમાં ભેળવેલી તમામ વનસ્‍પતિનો કોહવારો થઇને માટીમાં ભળી જશે. ખેતરમાં વાવેલા બીયારણો ઉગતા તેના મૂળીયા વાડે છોડ, વેલા, વૃક્ષોને જોઇતા પોષક તત્‍વો મળી રહેશે.

તેમજ વનસ્‍પતિના અવશેષો જમીનમાં હશે ત્‍યાં સુધી સુક્ષ્મ જીવોનું સર્જન પણ થતુ રહેશે જેથી ખેતીની જમીન સજીવ થઇને ધબકતી રહેશે. લાલી-સૂકી દરેક વનસ્‍પતિનો ચુરો ખેતરની માટીમાં ભેળવી શકાય છે. ખેતરમાંથી પાક લઇ લીધા પછીના છોડના, વેલાના કે વૃક્ષોના અવશેષોનો પણ ઉપયોગ ચૂરો કરી ખાતર તરીકે થઇ શકે છે. તેમ શિવલાલભાઇ ભંડેરીએ જણાવ્‍યું છે.

વર્તમાન વિજ્ઞાન યુગમાં વનસ્‍પતિનોરસ કરવા માટે પ્રગતિ શીલ ખેડૂત અને નામાકીત વકિલ શિવલાલભાઇ ભંડેરી સાહેબે એક ર૦૦ લીટરના પ્‍લાસ્‍ટીકના બેરલમાં નળ ફીટ કર્યો તે બેરલમાં સમાય શકે તેવું બીજુ નાનુ બેરલ લઇ તેમાં જીણા કાણા અસંખ્‍ય પાડેલા, મોટા બેરલમાં નાનુ બેરલ મુકી નાના બેરોલમાં વનસ્‍પતિના અવશેષો ભરી પેક કર્યુ અને મોટા બેરેલને પણ પેક કર્યુ ૧પ દિવસ પછી મોટી બેરેલના નળ વાટે પ્રવાહી ખાતર મળેલું. આ પ્રવાહી ખાતર પીયતના પાણી સાથે, ફુવારા દ્વારા કે ડોપની નળી દ્વારા છોડ, વેલા કે વૃક્ષ સુધી પહોંચીને કુદરતી ખેતી દ્વારા પ્રાકૃતિક ઉત્‍પાદન લેવામાં આવે છે. તેમજ વનસ્‍પતિના અવશેષોને બેરલમાં ભરી પાણીની પલાળવા અને જયારે પાણીનો કલર ભૂરો-કાળાશ વાળો થાય ત્‍યારે પીયત સાથે આપવો જેથી પોતામાં બીજા કોઇ ખાતરથી આવશ્‍યકતા રહેશે નહિ તેમજ ખેતરની માટીમાં ઓર્ગેનીક કાર્બનનું પ્રમાણ વધવા લાગશે, સાથો સાથ જમીનમાં સૂક્ષ્મો જીવો - (બેકટરીયા) અળસીયા પણ જોવા મળશે, જેથી જમીન સજીવ બની જશે, પ્રાકૃતિક ખેત ઉત્‍પાદનમાં રસ કસ, સ્‍વાદ, સોડમથી ભરપુર જણાશે.

શિવલાલભાઇ ભંડેરીના જણાવ્‍યા મુજબ દરેક વનસ્‍પતિમાં જીવ છે. અને દરેક નામાધારી જીવનનો ખોરાક ઉતમ હોવો જોઇએ. વનસ્‍પતિ માનવ અને અન્‍ય જીવોના કલ્‍યાણ માટે કુદરતનું સર્જન છે. ત્‍યારે આવી વનસ્‍પતિ માટે રસ ઉતમ ખોરાક છે. કારણ કે કોઇ પણ વનસ્‍પતિને દાંત નથી જેથી ધન ખાતર એ વનસ્‍પતિનો ખોરાક ન ગણી શકાય માનવી માટે રસ પીઓ અને કાયા કલ્‍પ કરોની વાત વનસ્‍પતિને પણ લાગુ પડે છે. ખેતરના સેયે કુદરતી રીતે ઉગેલી બોરડીને તમો લીંબુનો રસ કે આંબલીનું ખાટુ પાણી પાશો તો બોરમાં ખટાશ વધુ જણાશે તેવી જ રીતે બોરડીને ગોળનું પાણી,  શેરડીનો રસ કે ખજૂરનું પાણી પાશો તો બોર મીઠી મધ જેવા લાગશે. તેમજ બોરડીને કડવા લીમડાના પાનનો રસ, ગળોનો રસ, કારેલાનો રસ પાશો તો બોરની મીઠાશ ખટાશ ઘટી જશે, જેથી તમોને ઉપલબ્‍ધ તમામ પ્રકારના નિદામણ છોડ, ઘાસ વેલા, ઝાડ વિગેરેના પાન, ફુલ, ફળ, ડાળી,  મુળ વિગેરેનો રસ બનાવી ખાતર તરીકે વાપરવાથી વાવેલા તમામ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વિગેરેનું ઉત્‍પાદન સ્‍વાદ, સોડમ, મીઠાશ અને પોષક તત્‍વોથી ભરપુર બનશે.

 

પ્રાકૃતિક ખેતીમાં કરેલ વાવેતરમાં કીટક આવે તો તેને મારવા જંતુનાશક હર્બલ જંતુનાશકનો ઉપયોગ ન કરવા જણાવતા શિવાલાલભાઇએ જણાવ્‍યું કે અહિંસા પરમો ધર્મો, ઇરાદાપૂર્વક શુક્ષ્મજીવની પણ હિંસા ન કરવી, ખેતીમાં વાવેલી તુવેરમાં ઘણી શીંગોમાં ડંખ જોવા મળેલ તે અંગે પુછતા તેઓએ કહ્યું કે તુવેર તૈયાર કરીને દરણું કરીશું ત્‍યારે ડંખવાળા દાણા અલગ કરી નાખશું જેટલા સારા દાણા છે તેનો જ ઉપયોગ કરીશું કુદરતે દરેક જીવ માટે કંઇકને કંઇક ખોરાક બનાવેલ છે. જે જીવોના નસીબનું હોય તેટલુ તેને પ્રાપ્‍ત થાય છે. ખેતીમાં ઉત્‍પાદન આપવું એ કુદરતી વાતાવરણ પર આધારીત છે. તમારી પાસે સારી ખેતીની જમીન, ખાતર, પાણી વિગેરે હોવા છતાં હવામાન અને વાતાવરણ યોગ્‍ય ન હોય તો ખેત ઉત્‍પાદન ધાર્યુ મળી શકે નહીં.

કુદરતી ખેતીમાં દરેક ખેડૂતોએ જોયેલુ અને અનુભવેલ છે કે નદી કાંઠે, વોંકળાના કાંઠે, ધોરીયા કાંઠે ભેજને લઇને વનસ્‍પતિ સારી રીતે ઉગે છે, ફાલે છે તો ખેતીમાં ભેજની ખેતી થાય કે કેમ તે અંગે શિવલાલ ભંડેરીએ ચિંતન કરી પોતાની ખેતી નવા નવા પ્રયોગો કરી તેમાં સફળતા મેળવીને સાડા ત્રણ ફુટ પહોળો સપાટ કયોરા કે બેડ બનાવેલ તેની બંને બાજુ એક ફુટ પહોળો અર્ધો ફુટ ઉડો ધોરીયો બનાવેલ પાણીથી આ  ધોરીયા જ ભરવા ધોરીયાનું પાણી ભેજ રૂપે બનાવેલ સપાટ કયારા બંને બાજુથી જાય છે. આ રીતે પાણી પણ ઓછું જોઇએ છે. પાણીની બચત થાય છે. એક વખત સપાટ કયારા અને ધોરીયા કર્યા પછી તેને ખેડવા પડતા નથી જેથી ખેતી કરવામાં ખર્ચનો ઘટાડો થાય છે. તેમજ કોઇ પણ પ્રકારના સપાટ કયારામાં ખાતર નાખવાની જરૂર નથી સપાટ કયારામાં વનસ્‍પતિનો ચુરો નાખીને ઢાંકેલો રાખવો. જેથી ભેજ જળવાય રહે અને સુકા જીવાણુંની સંખ્‍યામાં વધારો થાય છે જે કુદરતી રીતે ખેતી સતત કરતા રહે છે. ધોરીયામાં પાણી ભરતી વખતે તેમાં વનસ્‍પતિ ના રસો ઉમેરી તો સોનામાં સુગંધ ભળે તેવું કાર્ય થાય. સપાટ કયારા અને ધોરીયા પધ્‍ધતિ વિશે ઉંડાણપૂર્વક સમજવા શિવલાલ ભંડેરીની મુલાકાત લઇ શકો છો તેમનું શિવ અંબે ફાર્મ પણ જોઇ શકશો. (૫.૮)

વનસ્‍પતિના રસનો પ્રવાહી ખાતર તરીકે ઉપયોગ કરાય

ગોંડલ તા. ૨૯ : કુદરતી ખેતીમાં શિવલાલભાઇ ભંડેરીએ વિકસાવેલી પધ્‍ધતિથી વનસ્‍પતિના રસનો પ્રવાહી ખાતર તરીકે ઉપયોગ કરવાથી જમીનમાં પુષ્‍કળ બેકટેરીયા ઉમેરાશે જેથી જમીન સજીવ થાશે જમીનમાં શુક્ષ્મો જીવોની સંખ્‍યામાં વધારો થતા જમીનની ફળદુપતા ખૂબ જ વધવા લાગશે જેથી ખેડૂતોને ખેતીમાં સહાયક મિત્ર જીવોની સંખ્‍યામાં પણ વધારો થશે. જેને લઇને ખેત પ્રેદાશમાં સારી ગુણવતા અને ઉત્‍પાદનમાં વધારો થતો જોવા મળશે.કુદરતી ખેતીમાં વનસ્‍પતિમાં અવશેષોને લઇને ખેતીમાં ઉધઇ દ્વારા સફળતા જોવા મળશે. મકાળો અને કીડી દ્વારા જમીનમાં દરો જોવા મળશે. પીયત પછી અળસીયાના અવન-જાવનથી જમીન પોળી થતી જોવા મળશે. ખેતીમાં ૨૪ કલાકની આયુષ્‍યથી મહિના સુધીના આયુષ્‍ય વાળા જીવો જોવા મળશે આ તમામ જીવો તેનું કુદરતી આયુષ્‍ય ભોગવીને તેમનું શરીર માટીમાં ભળીને વનસ્‍પતિ માટે ઉતમ કુદરતી ખાતરનું કામ કરે છે. (૫.૯)

જંગલની વનસ્‍પતિમાં કુદરતી રંગ, મીઠાશ-સ્‍વાદ-સુગંધ વિપુલ માત્રામાં

સાબિત કર્યું છે કે વનસ્‍પતિ પોતાના ખોરાક હવા અને સુર્ય પ્રકાશમાંથી ૯૮% બનાવે છે. જેથી ખેતીમાં ટેકટરની લારીઓ ભરીને ગળતીયું, છાણીયુ કે કોઇ પ્રકારનું ખાતરની આવશ્‍યકતા ખરી ? જંગલમાં ઉગતી વનસ્‍પતિઓને કર્યા માનવી ખાતર-પાણી આપવા જાય છે ? તેમ છતાં જંગલની વનસ્‍પતિમાં કુદરતી રંગ, મીઠાશ, સ્‍વાદ સોડમ (સુંગધ) વિગેરે હોય છે. ઇશ્વરે દરેક વનસ્‍પતિઓ પૃથ્‍વી પરના દરેક જીવના કલ્‍યાણ માટે સર્જેલી છે. માનવે વનસ્‍પતિમાં રહેલા ગુણો જાણી ને તેનો ઉપયોગ માનવ અને અન્‍ય જીવોનાં કલ્‍યાણ માટે કરેલ છે. જેમ કે રજકો (ગદય) પાળેલા પશુઓ માટે સોરા ખોરાક છે તેવી જ રીતે કઠોળ, અનાજ, શાકભાજી, ફળો, વિગેરે મનુષ્‍યો માટે સારો ખોરાક છે. ખેતીમાં થતા બધા પાકોને સપાટ કાયારાને ભેજ આપી અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વિગેરેની ખેતી થાય તો ખેતીમાં ખેત પ્રદેશમાં ખૂબ જ પ્રગતિ થશે ખેતી ખર્ચ ઘટશે જેથી ખેડૂત સધ્‍ધર થશે. (૫.૯)

શિવલાલભાઇ ભંડેરી

પ્રગતિશીલ ખેડૂત -એડવોકેટ-ગોંડલ

મો. ૯૮રપર ૧૯પ૦૦

(12:14 pm IST)