Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

માળીયામિંયાણા પાસે બંધ કન્‍ટેનર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ડ્રાઇવરનું મોત

બંધ કન્‍ટેનર નીચે ડ્રાઇવર રીપેરીંગ કરતો'તો ને અકસ્‍માત સર્જાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૦:  કચ્‍છ-મોરબી નેશનલ હાઇવે પર રોડની સાઇડમા ડ્રાઇવર કન્‍ટેનરને રીપેર કરતા હતા. એ સમયે પુરપાટ વેગે આવી રહેલા ટ્રેઇલર કન્‍ટેનર પાછળ ઘુસી જતા ડ્રાઇવરનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ કચ્‍છના રહેવાસી લાલજીભાઇ રામજતનભાઇ પાલે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આનંદકુમાર કન્‍ટેનર ગાડી જી.જે.-૧૪-ઝેડ-૬૦૪૦ વાળી લઇને અમદાવાદ ખાતે જઇ રહ્યો હતો. કચ્‍છ-મોરબી નેશનલ હાઇવે સુરજબારી પાસે આવેલ ચેક પોસ્‍ટ પાસે તેનું કન્‍ટેનર બંધ પડી જતા આનંદકુમારે કન્‍ટેનને રોડની સાઇડમા પાર્ક કરી તેમાં નીચે રીપેરિંગ કામ કરતા હતા. એ સમયે આરોપી ટ્રેઇલર આર.જે.-૦૭-જી.સી.-૮૦૩૬ના ચાલકે પુરપાટ વેગે પોતાનું વાહન હંકારીને કન્‍ટેનર પાછળ પોતાનું ટ્રેઇલર અથડાવતા અકસ્‍માત સર્જાયો હતો. જેને પગલે ટ્રેઇલરનું વ્‍હીલ આંનદકુમારના મુખ પર ફરી જતાં તેમનું કમકમાટીભર્યું મળત્‍યુ નીપજ્‍યું હતું. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)