Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મોરબીમાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

પમાબા જાડેજાએ રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયો : કારણ અકળ

રાજકોટ તા. ૩૦ : મોરબીની ગીરીરાજ સોસાયટી ઉમા ટાઉનશીપમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ મોરબીમાં ગીરીરાજ સોસાયટી પાસે આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતા પમાબા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૩) એ પરમ દિવસે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની દોશી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. મૃતક પમાબાને સંતાનમાં બે પુત્ર છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.યુ.વાળાએ પ્રાથમિક કાગળો કરી મોરબી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(2:23 pm IST)