Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા આધાર-લીંક મુદત વધારાઇ

જામનગરના સાંસદ પૂનમબેનની પ્રજાલક્ષી સફળ રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૩૦ : આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવાની આખરી મુદત તા.૩૧/૦૩ની આપવામાં આવેલ, પરંતુ આધારકાર્ડ અને પાનકાર્ડ બન્નેની વિગતો એક સરખી હોય તો જ લીંકઅપ થઈ શકે, જે સુધારવામાં સમય લાગતો હોય અને તે માટે મર્યાદીત સેન્‍ટરો ઉપર લોકોનો ઘસારો રહેતો હોય, મુશ્‍કેલી પડતી હોવાની અને મુદત વધારવાની જરૂરત હોવાની ખૂબ જ રજુઆતો મળતા, આ અંગે  જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્‍ય પૂનમબેન માડમએ કેન્‍દ્રના નાણામંત્રી નિર્મલા સિતારામનને આ પ્રક્રિયાની મુદત વધે તે ખૂબ જરૂરી હોવાની ભારપૂર્વકની રજુઆત કરી હતી, જે સંદર્ભે નાણામંત્રીએ રજુઆતની સમગ્ર વિગતો અંગે ગંભીરતા દાખવી, આ લીંકઅપની મુદત ૩૦ જુન સુધી વધારી આપી છે. જે અંગે સંસદસભ્‍ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારામનનો આભાર વ્‍યકત કરેલ હતો.

(1:02 pm IST)