Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

શોભાયાત્રામાં તલવાર બાજી કરતા રહેલા યુવાનોની તલવાર પોલીસે જપ્ત કરતા લલિત વસોયાની દરમીયાનગીરી...

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૩૦: ધોરાજી રામનવમીની શોભાયાત્રામાં તલવાર બાજીને લઈ પોલિસ દ્રારા કેટલાક યુવાનો પાસેથી તલવાર લઈ લેવામાં આવતા મામલો પુર્વ ધારાસભ્‍ય લલિતભાઇ વસોયા સમક્ષ આવ્‍યો હતો.

 વસોયા એ પોલિસ ઇન્‍સ્‍પેકટર અનિરુદ્ધ સિંહ ગોહિલ સાથે વાતચીત કરતા અધિકારી એ જણાવેલ કે રાઉન્‍ડમાં તલવાર બાજી કરતબ કરવાને બદલે બહાર તલવારો લઈ જતા હોવાથી તલવાર લઈ લેવામાં આવી હતી. પુર્વ ધારાસભ્‍ય લલિત વસોયા ની દરમિયાનગીરી બાદ યુવાનોને તલવાર પરત અપાઈ હતી.

(1:04 pm IST)