Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

પોરબંદર - રાણાવાવ - કુતિયાણા - બરડા તથા ઘેડ પંથકમાં સવારે માવઠા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : પોરબંદર - રાણાવાવ કુતિયાણા બરડા તથા ઘેડ પંથકમાં આજે સવારે છુટા છવાયા કમોસમી માવઠા વરસી ગયા હતા. માવઠા વરસી ગયા બાદ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે.

ગઇકાલે બપોરે પોરબંદર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ બાદ ઠંડો પવન ફુંકાયો હતો અને આજે સવારે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા અને બરડા તથા ઘેડ પંથકમાં છુટાછવાયા કમોસમી વરસાદ વરસી ગયો હતો. ખંભાળા અને ફોદારા જળાશય વિસ્‍તારોમાં આજે સવારે છાંટા પડયા હતા. જિલ્લામાં સમયાંતરે વરસતા માવઠાથી ખેતરમાં પાકને નુકસાન થવાની સંભાવના વધી છે.

ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૦.૭ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ર૦.૪ સે.ગ્રે. ભેજ૮૯ ટકા, હવાનું દબાણ ૧૦૧૧.૬ એચ.પી. એ સુર્યોદય ૬.૪૬ સુર્યાસ્‍ત ૩.૦પ મીનીટ

(1:08 pm IST)