Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ટંકારા પોલીસે વિરવાવ ગામે ર૭.૩૦ લાખની સોલાર પેનલોની ચોરી કરનાર બે ને ઝડપી લીધા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા. ૩૦ : ટંકારાના વીરવાવ ગામે રૂ.૨૭.૩૦ લાખની સોલાર પેનલની ચોરી નો ટંકારા પોલીસે ભેદ ઉકેલી બે તસ્‍કરોને ઝડપી લીધા હતા.  

 રાજકોટના રહેવાસી ખીલનભાઈ હરેશભાઈ સાવલીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ટંકારાના વીરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્‍લોટમાં રાખેલ એનીક્‍સસ્ત્રેકચર પ્રાઇવેટ લીમીટેડ કંપનીના સોલાર પાવર પ્‍લાન્‍ટની પેનલો કુલ ૧૫૫ કીમત રૂપિયા ૨૭,૩૦,૭૨૮ની ગત તારીખ ૧૪થી ૧૫ના સવાર સુધીમાં ચોરી થઈ છે. જેના આધારે ટંકારા પોલીસ આરોપીને ઝડપવા માટે પ્રયત્‍નશીલ હતી.

દરમિયાન ટંકારા પોલીસ મથકના ફારૂક પટેલ, કૌશિકકુમાર પેઢડીયા અને સિધ્‍ધરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચોરીમાં સામેલ  મૂળ રાજસ્‍થાનના રહેવાસી બે તસ્‍કર ખુમાનસીંગ દુર્ગસીંગ પઢીયાર અને ગુલામ પનુ રાઉમા ચોરીના સામાન વખતે ઉપયોગમા લેવાયેલ વાહન રૂપિયા ૧૦,૦૦,૦૦૦ લાખની કિમતના ટાટા એલ.પી.ટી. લઈને નીકળવાના હોય જે બાતમીને આધારે પોલીસે બંનેને વાહન સાથે પકડી પાડ્‍યા હતા. અને મુદામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં ટંકારા પોલીસના પી એસ આઈ  એચ.આર. હેરભા સ્‍ટાફના ફારૂક યાકુબભાઇ પટેલ, વિજયભાઇ નાગજીભાઇ બાર, ભાવેશકુમાર ધિરજલાલ વરમોરા, શૈલેષભાઇ ઓધવજીભાઇ ફેફર, ગૌરવભાઇ કનુભા ગઢવી, કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા, સિધ્‍ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

(1:09 pm IST)