Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મોરબીમાં રૂબીનાબેન જેડાનો ગળાફાંસો ખાઇ આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબીના કામધેનું પાર્ટી પ્‍લોટ પાછળ ૨૫ વારીયા પ્‍લોટમાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મોરબીના કામધેનું પાર્ટી પ્‍લોટ પાછળ ૨૫ વારીયામાં રહેતાᅠ૩૬ᅠવર્ષીય મહિલા રૂબીનાબેન ગફારભાઈ જેડાએ પોતાના ઘરે અગમ્‍ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. જેને પગલે તેના પરિજનો દ્વારા તેને હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:11 pm IST)