Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મોરબી જિલ્લામાં નવા ૨૨ કેસ, એક્‍ટિવ કેસ ૧૪૮ થયા

મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં ગઈકાલે ફરી નવા ૨૨ કેસ નોંધાયા છે. સામે એક્‍ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક ૧૪૮એ પહોંચી ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્‍ય વિભાગ દ્વારા ૧૦૩૩ શંકાસ્‍પદ દર્દીઓના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી ૨૨ શંકાસ્‍પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. મોરબી ગ્રામ્‍યમાં ૧૦, મોરબી શહેરમાં ૬ કેસ, ટંકારા ગ્રામ્‍ય અને હળવદ ગ્રામ્‍યમાં ૧-૧ કેસ તેમજ માળિયા ગ્રામ્‍યમાં ૪ કેસ નોંધાયા છે. જ્‍યારે વાંકાનેર શહેર, વાંકાનેર ગ્રામ્‍ય, હળવદ શહેર, ટંકારા શહેર તથા માળિયા શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

(1:12 pm IST)