Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

બાળા ગામે મધ્‍યાન્‍હ ભોજન જમ્‍યા બાદ ૧૦થી વધુ છાત્રોની તબિયત લથડી

વિદ્યાર્થીઓને સુરેન્‍દ્રનગરની જુદી જુદી હોસ્‍પિટલમાં લઈ જવાયા : દાળ-ભાત ખાધા બાદ પેટ-માથામાં દુઃખાવો, ઉબકા આવવાની ફરિયાદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩૦: વઢવાણ તાલુકાના બાળા ગામે આવેલી પ્રાથમીક શાળામાં ધો. ૧થી ૭માં ૧૦૦થી વધુ બાળકો અભ્‍યાસ કરે છે. બુધવારે શાળામાં મધ્‍યાહન ભોજનમાં દાળ-ભાતનું મેનુ હતુ અને બાળકોને દાળ-ભાત પીરસાયા હતા. પરંતુ બાળકો ઘરે ગયા પછી તેમાંથી ૧૦થી વધુ બાળકોને માથુ અને પેટ દુઃખવું. ઉબકા આવવાની તેઓએ વાલીઓને ફરિયાદ કરી હતી. આથી શાળામાં મધ્‍યાહન ભોજન જમ્‍યા પછી બાળકોને તકલીફ થઈ હોવાની રાવ સાથે વાલીઓ પોતાના બાળકોને સુરેન્‍દ્રનગરની વિવિધ હોસ્‍પીટલમાં સારવાર માટે લઈ ગયેલ પરંતુ આ ૧૦થી ૧૨ બાળકોએ ગયા હતા. આ અંગે બાળા પ્રા. શાળાના આચાર્ય નૌતમ સતાપરાએ કંશુક ખાધુ હોય અને તકલીફ થઈ હોય એવુ પણ બને. હું રાજપર મીટીંગમાં હોય આ અંગેની અમોને આ અંગેની વાત મળતા સ્‍ટાફ દ્વારા જાણ કરાઈ હેલ્‍થ કર્મીઓને બોલાવી વઢવાણ તાલુકા ઓઆરએસ અને ટેબલેટ આપી છે. અધિકારી એમ.જી.રથવીએ જણાવ્‍યુ કે, આ અંગેના સમાચાર મળતા તપાસ કરાઈ હતી. પરંતુ શાળામાં ૧૦૦થી વધુ બાળકો મધ્‍યાહન ભોજન જમ્‍યા છે. જો ભોજનમાં ખરાબીને લીધે ફુડ પોઈઝનીંગ થયું હોય તો વધુ બાળકોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે

(1:32 pm IST)