Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વિસાવદર કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ : કુ. પુર્વાબા બસીયા માધ્‍યમિક શિષ્‍યવૃતિ પરિક્ષામાં કેન્‍દ્રમાં પ્રથમ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩૦: નગર પાલિકાના પૂર્વ સદસ્‍ય-ભાજપના વરિષ્ઠ અગ્રણી શ્રી જસુભાઈ રાવતભાઈ બસીયાના સુપુત્રી કુ.પુર્વાબા બસીયાએ ગુજરાત રાજય પરિક્ષા બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૨માં લેવાયેલ માધ્‍યમિક શિષ્‍યવૃતિ પરિક્ષામાં ઉચ્‍ચ ગુણાંક સાથે વિસાવદર કેન્‍દ્રમા પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ વિસાવદર શહેર તથા એન.સી.પરમાર ગર્લ્‍સ હાઈસ્‍કૂલ અને કાઠી ક્ષત્રિય સમાજનુ ગૌરવ વધારેલ છે.

(1:34 pm IST)