Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

તું મારા ગ્રાહકો કેમ ખેંચી જાવ છો' તેમ કહી ધ્રોલમાં માર માર્યો

જામનગર : ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ઈમ્‍તિયાઝભાઈ હાજીભાઈ લાડક, ઉ.વ.૪૦, રે. મોહસીન રજાકભાઈના ઘરની સામે, રઝવી સોસાયટી ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૩-ર૦ર૩ના ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈ પોતાની મુરધીની દુકાને વેપાર કરતા હોય તે દરમ્‍યાન આરોપી નવાઝભાઈ રફીકભાઈ કટારીયા ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈ પાસે આવેલ અને કહેલ કે તુ મારા ગ્રાહકોને તારી દુકાને ખેંચી જાશ તેમ કહી ગાળો આપવા લાગેલ એટલામાં આરોપી રફીકભાઈ ઈસ્‍માઈલભાઈ કટારીયા તથા જાફર રફીકભાઈ કટારીયા પણ ગાળો બોલતા ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈની દુકાને આવેલ અને ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈને આરોપી રફીકભાઈએ વાંસામાં પાછળના ભાગે એક લાકડાનો ધોકો મારી મુઢ ઈજા કરી તથા આરોપી નવાઝ તથા જાફર એ ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈને નીચે પછાડી દઈ પેટના ભાગે પાટુ મારેલ તથા છાતીના ભાગે લાત મારી ઈજા કરી તેમજ આરોપી હુશેના રફીકભાઈ તથા આસ્‍થાના રફીકભાઈ કટારીયાએ ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈને દુકાન પાછળથી આવેલ અને કહેલ કે તુ અમારી દુકાનના ગ્રાહકો ખેંચી જઈશ તો તને પતાવી દઈશુ જેથી ફરીયાદી ઈમ્‍તિયાઝભાઈ સાથે ઝપાઝપી કરી મુંઢ ઈજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 મોટાવડાળા ગામે જુગાર રમતી બે મહિલા સહિત પાચ શખ્‍સો ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટાવડાળા ગામે, મફતીયાપરામાં આરોપી અશોકદાસ વસંતદાસ ગોડલીયા એ પોતાના મકાનમાં અન્‍ય આરોપીઓ બાસીદભાઈ વલીમામદભાઈ મોગલ, ભીખાભાઈ લાખાભાઈ ડાંગરીયા, મીનાબેન દલપરામ જમનદાસ દાણીધારીયા, અસ્‍મિતાબેન અલ્‍પેશભાઈ ધર્મેશભાઈ સરપદડીયા એ તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૦,૪ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકામાં દુકાનોના તાળા ફંફોળતા બે શખ્‍સો ઝડપાયા

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નટવરભાઈ લાલજીભાઈ કાગડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા રાધાસ્‍વામી સોસાયટી એકસીસ બેંકના એ.ટી.એમ.વાળી ગલીમાં આરોપીઓ ઈશા ફીરોઝભાઈ ઉઘડા  તથા આરોપી હુશેન અયુબભાઈ મેપાણી એ અંધારામાં લુપાતો છુપાતો દુકાનોના તાળા ફંફોળતો શંસ્‍કાસ્‍પદ હાલતમાં ઝડપાઈ ગયેલ છે.

સિકકામાં ઈંગ્‍લીશ દારૂની બોટલ સાથે શખસ ઝડપાયો

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા પંચવટી મેઈન રોડ, રૂપિયા ના સિકકાની આગળ આશાપુરા પાન પાસે રોડ પર આરોપી ધર્મેન્‍દ્રભાઈ રામજીભાઈ નગરીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂ બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

બેડ ગામના પાટીયે ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે ત્રણ શખ્‍સો ઝડપાયા

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડ ગામના પાટીયા પાસે, આરોપીઓ ચુનીલાલ મોહનજી પરમાર, રમેશભાઈ શંકરભાઈ સોલંકી, કાળુસિંહ કાનજી વાઘેલા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂ બોટલ નંગ-૭૦, કિંમત રૂ.૩પ૦૦૦/- તથા સ્‍વીફટ ગાડી જેના રજી.નં. જી.જે.-૦૪-સી.જે.-રપ૬૪ની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩, કિંમત રૂ.ર૦૦૦/- મળી કુલ રૂ.૪,૩૭,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાનમાં ઈંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સો ઝડપાયા : એક ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.જયદીપસિંહ અમરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, મધુવન સોસાયટી-રમાં આરોપી વિવેકભાઈ જયરાજભાઈ ચૌહાણએ પોતાના રહેણાક મકાનમાં મેકડોવેલ્‍સ ફોર સેલ ઈન પંજાબ લખેલ ગેરકાયદેસર ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ર, કિંમત રૂ.૬૦૦૦/- તથા મેજીક વોડકા ફોર સેલ ઈન પંજાબની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ર, કિંમત રૂ.૬૦૦૦/- મળી કુલ બોટલ નંગ-ર૪, કિંમત રૂ.૧ર,૦૦૦/- ના મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી જેકી કોળી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલમાં ઈંગ્‍લીશ દારૂના ર૩ ચપટા સાથે શખ્‍સ ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ધ્રોલ નુરી સ્‍કુલ સામે, ગોકુલ સોસાયટી જવાના રસ્‍તે આરોપી જાવીદભાઈ અશરફભાઈ રફાઈ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના ચપટા નંગ-ર૩, કિંમત રૂ.ર૩૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:43 pm IST)