Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

પાસવર્ડ જાણી ફ્રોડ કરી ર લાખની ઠગાઇઆચરનાર જામનગરનો શખ્‍સ ઝડપાયો

જામનગર તા. ૩૦ :.. જામનગરમાં ફોન પે. ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાનદારો પાસે જઇને ફોન-પે અપડેટ કરવાના બહાને તેમજ દુકાનમાં કયુઆરકોડનો ઉપયોગ કરી ગુગલ-પે કરવાથી પૈસાની લેવડ-દેવડમાં ફાયદો થશે તેવા બહાના બતાવી દુકાનદારોને વિશ્વાસમાં લઇ બેહાલ-ફોસલાવી દુકાનદારનો મોબાઇલ મેળવી ફોન-પે એપ્‍લીકેશન ચાલુ કરાવી તેના યુ. પી. આઇ. પીન નંબર મેળવી ફોનમાં થોડીવાર કાંઇક એકિટવીટી કરીને ફોન પરત આપી બે-ત્રણ વાર દુકાનદાર પાસે આવી ફોન-પે- બરાબર ચાલે છે કે નહિ તેવુ ચેક કરવાનું જણાવી બદદાનતથી મોબાઇલ મેળવી લાખો રૂપિયા ટ્રાન્‍સફર કરી છેતરપીંડી બાબતની ફરીયાદ મળેલ જે મુજબ જામનગર જિલ્લાના વિવિધ દુકાનદારો પાસેથી ઇઝરાયેલ ઇકબાલભાઇ સમા સંધી (રે. ખરીબ નવાઝ પાર્ક ૪૮૮-આર) નામના વ્‍યકિત દ્વારા ફોન પે ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપીંડી આચરી પૈસા પડાવેલ છે. જેમાં (૧) વેરાઇ પ્રોવિઝન સ્‍ટોર રણજીત સાગર રોડ, જામનગર રૂા. ૧.૧પ,૦૦૦ (ર) એકસ્‍ટ્રા લુક હેર કટીંગ પટેલ કોલોની, જામનગર રૂા. ૪૦,૦૦૦ (૩) મહેશ ડીપાર્ટમેન્‍ટ સ્‍ટોર, નિલકમલ સોસા. જામનગર રૂા. ૧પ,૦૦૦, (ર) રવિ પ્રોવીઝન સ્‍ટોર રવિ પ્રોવિઝન સ્‍ટોર, જામનગર રૂા. ૮,૦૦૦ (પ) ચામુંડા પ્રોવીઝન સ્‍ટોર, સ્‍વામીનારાયણનગર, જામનગર રૂા. ૩૦,૦૦૦ એ રીતે સદરહુ ફરીયાદ મુજબ વિવિધ નાના-વ્‍યાપારીઓ પાસેથી કુલ રૂા. ર,૦૮,૦૦૦ ની છેતરપીંડી કરેલ અને જામનગરથી નાસી ગયેલ.

 ઉપર મુજબનો ગુન્‍હાઓ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ હોય અને આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વરૂણ વસાવા ના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમની વિશેષ ટીમ સતત તપાસમાં રહેલ જે દરમ્‍યાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના પો. કો. રાહુલભાઇ મકવાણા તથા પો. કો. ધર્મેશભાઇ વનાણીનાઓને આરોપીના મો. નં. ની ડીટેલ મંગાવી તેમજ લોકેશન મંગાવી તેનું ટેકનીકલ એનાલીસસ દરમ્‍યાન ખાનગી રાહે બાતમી મળતા ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી ધોરણસર અટક કરી તપાસ માટે આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

અગાઉના ગુનામાં હાઇકોર્ટ દ્વારા શરતી જામીન આપેલ હોય જેથી શર્તોના ભંગ કરેલ હોય જેને રીપોર્ટ જામનગર જીલ્લા કોર્ટ ખાતે કરવા માટે પણ તજવીજ કરેલ છે.

સદરહુ પકડાયેલ આરોપી ફોન-પે ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાનદારો પાસે જઇને ફોન-પે અપડેટ કરવાના બહાને મોબાઇલ લઇને તેમના પાસવર્ડ મેળવી બદદાનતથી પૈસા ટ્રાન્‍સફર કરી છેતરપીંડી આચરતો.

સદરહુ આરોપીએ અગાઉ ફોન - પે, ગુગલ -પે, પે-ટીએમ, ઝોમેટો ખાતે નોકરી કરેલ છે.

કોઇપણ અજાણ્‍યા વ્‍યકિતને મોબાઇલ ફોન તેમજ કોઇપણ પ્રકારનો પાસપોર્ટ આપવો  નહિં તેમજ કોઇ નાણાકીય વ્‍યવહાર કરવો નહિં. તેમ પોલીસે જણાવેલ છે.

(1:43 pm IST)