Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ધ્રોલના હમાપર ગામે રામકથામાં રાઘવજીભાઇ પટેલે હાજરી આપી : નાથાબાપાના આશિર્વા લીધા : જયશ્રી રામના નાદ ગુંજયા

ધ્રોલ : હમાપર ગામે સંત શ્રી નાથાબાપાના આંગણે રામકથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હોય ત્‍યારે આજરોજ ભગવાન શ્રીરામનો જન્‍મ દિવસ ઉત્‍સવ મનાવશે ત્‍યારે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ હાજરી આપી હતી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું હમાપર ગામ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું વ્‍યાસ પીઠ પર થી શ્‍યામભાઈ ઠાકરજીએ રાઘવજીભાઈને આશીર્વાદ આપ્‍યા હતા. આ તકે કૃષીમંત્રી રાધવજીભાઈ પટેલ આજે હમાપર ધાર્મિક કાર્યક્રમને લઈ ગામને અભિનંદન આપ્‍યા. ભગવાન શ્રી રામ વિશે પ્રવચન આપ્‍યુ હતું. નરેન્‍દ્રભાઈ મોદીજી રામ મંદિર બનવા માટે પહેલ કરી છે તેવુ જણાવ્‍યુ હતુ આતકે જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસીહᅠ જાડેજા, નવલભાઈ મુંગરા ધ્રોલ તાલુકા પ્રમુખ, પોલુભા જાડેજા, રસીકભાઈ ભંડેરી, જયંતીભાઈ કગથરા, લવજીભાઈ, સહિત આગેવાનો હાજર રહ્યા હતા. (સંજય ડાંગર, ધ્રોલ)

(1:44 pm IST)