Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

જોડિયામાં ટ્રેકટરનો અવાજ સાંભળતાની સાથે જ ગૌમાતાઓ લાડવા ખાવા દોટ મુકે..

(રમેશ ટાંક દ્વારા) જોડિયા, તા. ૩૦ :. જોડિયાના લક્ષ્મીપરા વિસ્તારમાં કડવા પટેલ સમાજ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃતિ સાથે ગૌ સેવાની પ્રવૃતિ અવિરત ચાલુ રાખેલ છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ભવસાગર પાર કરવા માટે લોકોએ ગાયની પૂછડીનો સહારો લેવો પડે છે.

જોડિયા કડવા પટેલ સમાજ દ્વારા પ્રતિદિન ૮ (આઠ) મણના લાડવા સમાજના સ્વૈચ્છીક ફાળાથી તૈયાર કરાય છે. ગૌ સેવાના કાર્યમાં સમાજના વૃદ્ધ એવા જેઠાભાઈ બેચરભાઈ કાનાણી, વલ્લભ લાંધરોજા, આંબા દામજીભાઈ કાનાણી, કાનજી નરશી ભીમાણી વગેરે સહકાર આપી રહ્યા છે. દરરોજ સાંજના સમય ખુલ્લા મેદાનમાં સમાજ દ્વારા ગાયોને નીણ અપાઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે લાડવા ભરીને જ્યારે ટ્રેકટર સમાજની વાડીથી નિકળે છે ત્યારે ટ્રેકટરનો અવાજ સાંભળીને ગાયો લાડવા ખાવા માટે દોટ મુકે છે અને ટ્રેકટર પાછળ ગાયનો સમૂહ પડાપડી કરે છે તે અદ્ભૂત દ્રશ્ય જોવા મળે છે.

(10:23 am IST)