Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ઉનામાં શાંતિ સમિતિની બેઠક મળી

ઉનામાં શાંતિ સમિતિની બેઠક મળીઉના : તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી. જેમાં ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી (રાધે), મનોજભઇ બાંભણીયા, રસીકભાઇ ચાવડા, ઉના પ્રેસ કલબનાા પ્રમુખ જયેશભાઇ ગોંધીયા, મુસ્લીમ સમાજના આગેવાનો યાદગારબાપુ, યુસુફભાઇ તવકકલા, મુન્નાબાપુ વિગેરે હાજરી આપીહતી. આગામી દિવસોમાં બકરી ઇદ ત્થા બળેવ-રક્ષાબંધનનાં તહેવાર આવતા હોય જાહેરનામાનું ત્થા સોશ્યલ ડીસ્ટનસનું અંતર રાખી ઘરે રહી ઉજવવા ત્થા કોરાના મહામારીથી બચવા સંપૂર્ણ કાયદાનું પાલન કરવું ઘરે જ નમાજ પઢવી, ઘરે જનોઇ બદલાવવી તેમજ દશામાના વ્રતની પુર્ણાહૂતિમાં માતાજીની મૂર્તિ એક જ વ્યકિતએ જઇ નદીમાં વિસર્જન કરવી શકય હોય તો ઘરે પાણીનાં ટબમાં વિસર્જન કરવા જણાવેલ હતું અને તમામ તહેવારો શાંતિપૂર્વક ભાઇચારાથી ઉજવવા બન્ને સમાજના આગેવાનોએ ખાત્રી આપી હતી. બેઠક મળી તે તસ્વીર. (તસ્વીર નવીન જોષી ઉના)

(11:34 am IST)