Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે

બોટાદઃ ગૌરક્ષક સામતભાઇ સીકોતર માંના મંદિરની પવિત્ર માટી અયોધ્યા મોકલશે

બોટાદ,તા.૩૦:વિશ્વ પ્રસિધ્ધ અયોધ્યાના રામમંદિરના શિલાન્યાસ તથા ભૂમિપુંજન પ્રસંગે ભારતભરના તિર્થ સ્થાનોની પવિત્ર માટી (ભૂમિરજ) અયોધ્યા મોકલી રહ્યા છે, તેવીજ રીતે બોટાદના તરઘરા ગામમાં આવેલ ઐતિહાસીક ગામદેવી શ્રી સીકોતર માંના મંદિરની પવિત્ર માટી (ભૂમિરજ) બોટાદના ગોરક્ષક સામતભાઈ જેબલીયાએ મંદિરના મહંતશ્રી (પૂંજારી) પાસેથી ધામિક વિધિ દ્વારા પ્રાપ્ત કરેલ આ તરઘરા સીકોતરમાં મંદિર સાથે સૂવર્ણ ઈતિહાસ જોડેયેલો છે, જુનાગઢના રા નવઘણના બહેન જાહલ ને સિંધના સુમરાઓએ કેદ કરેલ તેને છોડાવવા જુનાગઢના રા' નવઘણ પોતાની ફોજ (સૈનિકો) ના દળકટક સાથે સિંધમાં ગયેલ ત્યાં સુમરાઓ સાથે યુધ્ધ કરી પોતાની બહેન જાહલને છોડાવી સિંધના સુમરાઓ ની કુળદેવી સિકોતરમાંએ સુમરાઓને સહાય કરતા જોઈ. નવઘણની સાથે આવેલ આઈ વરૂડી દેવીએ સિકોતરમાંને કહેલ કે તમે આવા લોકોને શા માટે સહાય કરો છો તે તમને શું નિવેદ જુવારે છે, ત્યારે સિંધની દેવી સિકોતરમાંએ કહેલ કે આ સુમરાઓ બાર મહિને (એક વર્ષે) એક પાલી કોદરો જુવારે છે તેથી આ વરૂડી દેવીએ કહેલ કે આવા લોકોને છોડીદો અને ચાલો અમારી સાથે સોરાષ્ટ્ર (કાઠીયા વાડ-સોરઠ) માં અમો તમને તલ ધારી લાપસીથી જુવારશું તેથી સિંધની દેવી સિકોતર માં એ આઈ-વરૂડી અને રા નવઘણ પાસે વચન માંગેલ કે હું તમારી સાથે આવુ હું નવઘણના ભાલે કાળીદેવ (કાળીદેવ ચકલી) બની બેસું, અને જયાં જયાં રા નવદ્યણનું ભાલુ જમીન સાથે અડે તે તે જગ્યાએ મારી સ્થાપના કરી મંદિર બાંધવા તે શરત પ્રમાણે સિંધની દેવી સિકોતરમાં નવઘણના ભાલે બેસી સોરઠ બાજુ આવવા રવાના થયેલ, તે દરમ્યાન રા નવઘણ દળકટક સાથે તરઘરાના પાદરમાંથી નીકળેલ ત્યાં એક ઐતિહાસીક પાણી ભરેલી વાવ નજરે પડતા અને બધાને પાણી તરસ લાગેલ હોય ત્યાં પાણી પીવા નીચે ઉતરેલ હોય તે દરમ્યાન રા નવઘણનું ભાલુ જમીન સાથે અડી જતા શ્રી સિકોતરમાં જે નવઘણના ભાલે ચકલી બની બેઠા હતા તે વાવ પર બેસી ગયા.

જેથી વાવ ઉપર જ એક ભવ્ય સિકોતર માં નું મંદિર બનાવવામાં આવેલ તે આજ પણ પ્રસિધ્ધ છે અને હજારો યાત્રિકો-અનુયાસીઓ આ પવિત્ર તિર્થ સ્થાનના દર્શન કરી ધન્યતા અનુંભવે છે...-તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:36 am IST)