Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ભાટીયા જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ કલ્યાણપુર પંથકમાં બે સ્થળે દરોડા : ૧૧ ઝબ્બે

ખંભાળીયા, તા. ૩૦ : શ્રાવણીયો જુગાર પુરબહારમાં ખીલતા જિલ્લાના કલ્યાણપુર અને ભાટીયામાં ગતરાત્રીના ચાર દરોડામાં મહિલાઓ સહિતના જુગારીઓને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. ભાટીયા પીએસઆઇ એફ.બી. ગગનીયા, પો.કોન્સ. મીનાબા જાડેજા સહિતના સ્ટાફે ભાટીયા ટાઉનમાં કેટલીક મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની બાતમીના આધાર દરોડો પાડતા જુગાર રમી પૈસાની હારજીત કરતા સંગીતાબેન ચુનીલાલ સચદેવ, માધવીબેન રાજેશભાઇ ગોકાણી, બિનાબેન જગદીશભાઇ દાવડા, વર્ષાબેન જીતુભાઇ દાવડા, અમીનાબેન અયુબભાઇ, માધવીબેન નિતેશભાઇ ભાયાણી તથા ભાવનાબેન હરીશભાઇ સંતકબીર તમામન રોકડ રૂ. પર૦૦ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. જોકે ઝડપાયેલી મહિલાઓ નામાંકિત વેપારીઓની પત્ની હોવાથી જિલ્લા મથકે પણ પોલીસ ચોપડે નામ ન પહોંચે તેમ ભલામણો કરી હતી. જયારે ભાટીયા પોલીસે બતડીયા ગામે જુગાર રમતા ફોગા અરશી આહિ, પ્રવિણ નારણ ચાવડા, ડોસા નારણ ચાવડા, રામ રામદે કરમુર, રાજશી માલદે ચાવડા, કરશન ચાવડા, ભાયા ખીમાણંદ ચાવડા તમામને રોકડ ૧૪,૯૩૦ની મતા સાથે ઝડપી લઇ ૧૮૮ સહિત જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ત્રીજા દરોડામાં કલ્યાણપુર પોલીસે ટાઉન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતા શૈલેષ ભીમા ગામી, જેશા ખીમા કરમુર, મેરામણ બેલા તથા હસમુખ અમરદાસ હરીયાણી, તમામને રોકડ ૧ર,૪૭૦ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.

(11:41 am IST)